ધર્મયાત્રાનાં રૂટ ઉપર કરવામાં આવનાર ઓપન રાજકોટ રંગોળીનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેના જજ તરીકે રૂપાબેન નાગ્રેચા, ભારવીબેન વસા, જેનીશાબેન શાહ, વિશ્ર્માબેન પંચાસરા અને જલ્પાબેન મહેતા દ્વારા સેવા આપવામાં આવશે. રંગોળીનાં ક્રમ 1 થી 5 સુધી વિજેતા થનાર સ્પર્ધકને રૂ. 1500, 1100, 750, 500, 251 નું વિશેષ રોકડ પુરસ્કાર તથા સન્માન શોભાયાત્રા બાદ યોજાયેલ ધર્મસભા ખાતે એનાયત કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
હેમુ ગઢવી હોલ – મહાવીરનગરી ખાતે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોનાં સાધુ સાધ્વજીઓની પાવનનિશ્રામાં શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે . આ તકે પધારેલ સાધુ – સાધ્વીશ્રીઓ આશિર્વચન ફરમાવશે . તદ્ઉપરાંત કર્ણાટક રાજ્યનાં પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઈ વાળા અને પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
તદ્ ઉપરાંત શોભાયાત્રાનાં રૂટ ઉપર આવેલ શ્રી મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક) ખાતે ભગવાનશ્રી મહાવીરનાં જન્મ મહોત્સવ ઉપર મનમોહક સુશોભન સાથેનો પંડાલ પણ રાખેલ છે. જેમાં શ્રી મહાવીર સ્વામીનું પારણું અને માતા ત્રિશલાદેવીને આવેલ ચૌદ સ્વપ્ન તેમજ અષ્ટમંગલ પણ સુશોભિત કરેલ જોવા મળશે. દરેક શ્રાવક – શ્રાવિકાઓને ભગવાનશ્રી મહાવીર સ્વામીનાં પારણાને ઝુલાવવાનો લાભ મળશે. જેનો સમગ્ર લાભ વિણાબેન કેતનભાઈ શેઠ પરિવારે લીધેલ છે.
રાજકોટનાં તમામ સ્થાનકવાસી સંઘો , દેરાવાસી સંધો, દિગંબર સંઘો, તેરાપંથી સંઘો, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર તેમજ રાજકોટના તમામ જૈન સોશિયલ ગ્રુપ્સ જેમ કે મેઇન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, સંગીની મીડટાઉન, સંગીનીડાઉન ટાઉન, સંગીની એલીટ, જૈન જાગૃતિ સેન્ટર-મેઇન , જૈન યુવા ગ્રુપ, જૈન યુવા ગ્રુપ જુનિયર, અર્હમ સેવા યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ દ્વારા તમામ શ્રાવક શ્રાવિકાઓને ઉજવણીમાં જોડાવવા નમ્ર અપીલ કરેલ છે.
જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને તા.14ને ગુરુવારના રોજ ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ‘ત્રિશલાનંદન વીરકી’, ‘જય બોલો મહાવીર કી’ના ગગન ભેદી નાદ સાથે યોજાશે. સવારે 8 કલાકે મીઆર દેરાસર (ચૌધરી હાઈસ્કુલ) થી પ્રારંભ થઈ સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ-શ્રોફ રોડ, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર રોડ, જીલ્લા પંચાયત (અકિલા) ચોક, ડો.યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ, મહાવીર સ્વામી ચોક, હેમુ ગઢવી હોલ ખાતે સવારે 9.30 કલાકે પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તીત થશે.
ધર્મયાત્રામાં ગોંડલ સંપ્રદાયનાં પૂજ્ય દેવેન્દ્રમુનિ મહારાજ સાહેબ , પૂ.ધીરજમુનિ મહારાજ સાહેબ, પૂ.સુશાંતમુનિ મહારાજ સાહેબ, શ્રી નેમીસુરી સંપ્રદાયનાં ક્રાંતિકારી વિચારક મુનિરાજ શ્રી જે.પી. ગુરૂજી, અજરામર સંપ્રદાયનાં ડો.નિરંજનમુનિ મહારાજ સાહેબ સહિત રાજકોટમાં બિરાજમાન પૂજ્કીય સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં 30 આકર્ષક ફલોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે. સમગ્ર ઉજવણીને સફળ બનાવવા ટીમ જૈનમ્ નાં કાર્યકર્તા સર્વ જીતુ કોઠારી, જયેશ વસા, સુજીત ઉદાણી, મયુર શાહ, નિલેશ કામદાર, નિલેશ ભાલાણી, મેહુલ દામાણી, જયેશ મહેતા, અમીત દોશી, સેજલ કોઠારી,
ઉપેન મોદી, નિલેશ શાહ, અમીષ દેસાઈ, તરૂણ કોઠારી, રૂષભ શેઠ, નિપૂણ દોશી, વૈભવ સંઘવી, વિર ખારા, ચિરાગ દોશી, અનીષ વાધર, અશોક વોરા, મનીષ શાહ, મનોજ દોશી, આકાશ ભાલાણી, અક્ષત પારેખ, આકાશ મહેતા, અમીષ દોશી, અમીત લાખાણી, ચેતન કામદાર, ચિરાગ ઉદાણી, દર્શન દેસાઈ, દર્શન શાહ, ધૈર્ય પારેખ, ધર્મેશ શાહ, ધવલ ગાંધી, દિવ્યેશ દોશી, દિર્શીત મહેતા, બકુલેશ મહેતા, ભરત દોશી, ભરત કાગદી,
Read About Weather here
ભરત પારેખ, ભાગ્યેશ મહેતા, ભાવિક વોરા, ભાવિન ઉદાણી, દિવ્યેશ ગાંધી, હેમલ કામદાર, હેમલ પારેખ, હીમાંશુ કોઠારી, હિતેશ શાહ, જય પરીખ, જયદત સંઘાણી, મેહુલ બાવીસી, રૂષભ વોરા, પારસ ખારા, જીગર મહેતા, જીગર પારેખ, જીગ્નેશ મહેતા, જીનેશ મહેતા, જીતુ મારવાડી, જીતેશ સંઘવી, જીતુ લાખાણી, માનવ મારવાડી, મનીષ દેસાઈ, મૌલીક મહેતા, મેહુલ શાહ, મીલેશ મહેતા, નિલેશ દેસાઈ, નિલેશ દોશી, રાજ કોઠારી, સમીપ કોઠારી, પ્રશાંત સંઘવી, પ્રણવ મહેતા, પ્રકાશ ખજુરીયા, પીનાકીન શાહ, પરેશ સંઘાણી, પારસ શેઠ કાર્યરત બન્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here