રાજકોટમાં ભાજપનું નવું કાર્યાલય કમલમનું આવતીકાલે ધનતેરસે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. પ્રદેશના હોદ્દેદારો અને શહેરના આગેવાનો, પદાધિકારીઓની હાજરીમાં ભાજપનો નવો ગૃહપ્રવેશ થશે.વિશાળ ઓડિટોરીયમ અને વીડિયો હોલ સાથેનું આ સૌરાષ્ટ્રનું પ્રથમ કાર્યાલય છે. જેમાં વિવિધ મોરચાથી માંડી પ્રદેશ પ્રમુખ સુધીની ચેમ્બર બનાવવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
કમલમનું ભૂમિપૂજન બે વર્ષ પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કર્યું હતું. આવતીકાલે ધનતેરસના પાવન પર્વે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેર ખાતે ભાજપના અત્યાધુનિક નવનિર્મિત કાર્યાલયનું શિતલ પાર્ક બસ સ્ટોપ પાસે સી.આર.પાટીલના હસ્તે અને સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના પ્રભારી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને શહેરના સાંસદો, ધારાસભ્યો સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવશે.
Read About Weather here
નવા કાર્યાલયમાં 2250 વાર જગ્યામાં 40 હજાર ચોરસ ફૂટનું બાંધકામ ત્રણ માળમાં કરવામાં આવ્યું છે. 514 બેઠકના ઓડિટોરીયમમાં 169ની સ્ક્રીનનો વીડિયો હોલ, ઝુમ મિટિંગની સુવિધા પણ છે. સેલરમાં પાર્કિંગ બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર મિટિંગ હોલ રૂમ અને અદ્યતન ડાઈનિંગ હોલ છે. પ્રથમ માળે શહેર ભાજપ, કાર્યાલય મંત્રી, વિવિધ મોરચાની ચેમ્બર છે. IT, સોશિયલ મીડિયા વોર રૂમ, સર્વર રૂમ, કોમ્પ્યુટર વિભાગ, પ્રેસ કોન્ફરન્સ અને પેન્ટ્રી છે. બીજા માળે પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીની ચેમ્બર પ્રદેશના વિવિધ મોરચાની ચેમ્બર, કોન્ફરન્સ રૂમ, VIP બેઠક રૂમ, પેન્ટ્રી અને ત્રીજા માળે 514 બેઠકનું આધુનિક ઓડિટોરીયમ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here