રવીવારે મુખ્યમંત્રીના હસ્તે રૂડા વિસ્તારના રીંગરોડનું ઇ-લોકપર્ણ
રાજકોટ શહેરની ફરતે આકાર પામી રહેલ રીંગરોડ-2, ફેઝ-2 પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં રસ્તા તથા બ્રીજનાં કામોનું ઈ-લોકાર્પણ કરાશે
રૂડા રીંગરોડ-2, ફેઝ-2 માં પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં 6.2 કિ.મી. રસ્તાની કામગીરી રકમ રૂ. 8.11 કરોડનાં ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે.
Read About Weather here
તેમજ રસ્તાની પથરેખામાં ચે.8275પર આવેલ બ્રીજની કામગીરી રકમ રૂ. 7.64 કરોડ તથા ચે.10052 પર આવેલ બ્રીજની કામગીરી રકમ રૂ.1.82 કરોડના ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે.
આમ,રૂડારીંગરોડ-2, ફેઝ-2ની 2(બે) બ્રીજ સાથેની કામગીરી કુલ રકમ રૂ.17.57 કરોડનાં ખર્ચે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનાં વરદ્ હસ્તે તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં ઈ-લોકાર્પણ કરવામાં આવનાર છે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રીંગરોડ-2, ફેઝ-2, કાલાવડ હાઇવેથી ગોંડલ હાઇવે સુધીનાં 3(ત્રણ) મેજર બ્રીજ સાથે 11.20 કિ.મી.નાં 2-માર્ગીય રસ્તાની કામગીરી રકમ રૂ. 25.82 કરોડનાં ખર્ચે પૂર્ણ કરેલ છે.
ઉલ્લેખનીય છે કે ટ્રાફીકની અગ્રીમતાને ધ્યાને લઇ રીંગરોડ-2,ફેઝ-2ની કુલ 11.20 કિ.મી લંબાઇ પૈકી પ્રથમ 5(પાંચ) કિ.મી.નો રસ્તો રકમ રૂ.5.68 કરોડનાં ખર્ચે કામગીરી પૂર્ણ થયેલ હોય તા.17-02-2018નાં રોજ લોકાર્પણ કરી રસ્તો ટ્રાફીક માટે ખુલ્લો મુકવામાં આવેલ હતો.
તેમજ લોકાર્પણ થયેલ 5.0 કિ.મી.નાં રસ્તા પૈકી 3.0 કિ.મી.નો રસ્તો રાજકોટ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતા આ રોડ રાજકોટ મહાનગરપાલિકાને સુપરત કરેલ છે તેમજ રસ્તાની પથરેખામાં ચે. 6200 પર આવેલ બ્રીજનું રકમ રૂ. 2.57 કરોડનાં ખર્ચે પુર્ણ કરી તા.01-01-2021નાં રોજ લોકાર્પણ કરેલ છે.
આ રસ્તાથી ગોંડલ, કાલાવડ, જામનગર તથા મોરબી માટે બાયપાસ રસ્તા તરીકે ઉપયોગી થઇ શકશે તેમજ શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ તથા મેટોડા જી.આઇ.ડી.સી. વિકસીત એરીયાને કનેકટીવીટી મળી રહેશે અને રાજકોટ શહેરમાં વધતા જતા ટ્રાફિક ભારણને મહદ્અંશે ઘટાડી શકાશે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ્યારે ગોંડલ ચોકડી પર બ્રિજનું કામ શરૂ થયેલ છે ત્યારે આ નવો રીંગ રોડ રાજકોટના નાગરીકો માટે આશીર્વાદ સમાન થશે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here