’જે ભુખ મિટાવશે એવું કામ મને ફાવશે, જે કામ આપશો તે કરીશ કારણકે હું મજબુર છું…’
કોન્ટ્રાકટરોની ‘ખોરા ટોપરા’જેવી નીતિથી મજૂરોના પરિવારનો માળો વિખાતા વાર નથી લાગતી
શ્રમિકોને સેફ્ટી મળવાનો મુદો શ્રમ કલ્યાણ બોર્ડમાં આવે: ટી.પી અધીકારી સાગઠીયા
રાજકોટ: શ્રમીકોની સલામતી અંગે ટી.પી.અધિકારી સાગઠીયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, જો શ્રમીકોનો કોઇ અકસ્માત થાય તો વળતર ચુકવવાનું તેમજ યોગ્ય ન્યાય અપાવવા માટે શ્રમ કલ્યાણ બોર્ડ કાર્યવાહી કરે છે તેમજ શહેરમાં અનેક બાંધકામો ચાલી રહ્યા છે જેમાં મજુરોની સુરક્ષા પ્રોજેક્ટોના કોન્ટ્રાકટર તેમજ બિલ્ડરોએ કરવાની હોય છે. જે ફરજીયાત છે. જો ન કરે તો શ્રમ કલ્યાણ બોર્ડ કાર્યવાહી કરી શકે છે.(4.4)
સમગ્ર દેશમાં ખેતી પછી બીજા નંબરે સૌથી વધુ રોજગારી બાંધકામ વિભાગ આવે છે. હાલમાં સરકાર દ્વારા મોટી-મોટી ઈમારત બનાવવાની પણ મંજૂરી મળી ગઈ છે. પણ તંત્ર દ્વારા ગમે તે જગ્યાએ મોટું ક્ધસ્ટ્રકશનનું કામ ચાલતું હોય તે કામ કરતા તમામ મજૂરોની સેફટીનું ધ્યાન કોન્ટ્રાક્ટરે રાખવાનું હોય છે. પણ તેમાં ક્યાંય ચૂક રહી જતી હોય છે. જેના કારણે અકસ્માતોનાં બનાવ બને છે અને મજૂર પોતાનો જીવ ગુમાવે છે.
Visit Saurashtra Kranti Homepage here
પરિણામે પરીવાર પણ નોધારો બની જાય છે. મજુરોનાં અકસ્માતનો રાજ્યમાં તાજેતરનો દાખલો છે. જેમાં રાણાવાવની સિમેન્ટ ફેક્ટરીની દુર્ઘટનામાં ત્રણ શ્રમજીવીઓના મોત થયા છે. 280 ફૂટની ઉંચી ચીમનીમાં કલરકામ કરતી વખતે માચડો તૂટતા છ શ્રમિકો અંદર ખાબક્યા હતા અને આખી રાત બચાવ કામગીરી ચાલી પણ મજુરોએ જીવ ગુમાવી દીધો હતો. બે દિવસ પહેલા રાજકોટમાં પણ ત્રાપાટેકા તૂટતા નીચે પટકાતા કોન્ટ્રાક્ટરનું મૃત્યુ નિપજ્યું હતું.
આવા છાશવારે અનેક અકસ્માતો બનતા હોય છે. જો સરકારના નિયમોનું પાલન કરવામાં આવે તો આવા અકસ્માતો નિવારી શકાય છે અને મજુરોની મહામુલી જિંદગી બચાવી શકાય છે. પણ કોન્ટ્રાકટર દ્વારા એ વાત ધ્યાનમાં લેવામાં આવતી નથી. મજુરો મોટી-મોટી ઈમારતોમાં વગર સેફટીએ કામ કરતા હોય છે. ન હેલ્મેટ પહેર્યા હોય, જેકેટ ન પહેર્યું હોય અથવા સેફટી બેલ્ટ પણ હોતો નથી અને પોતાના જીવના જોખમે પરીવાર માટે કામ કરતો રહે છે.
આટલા અકસ્માતોનાં બનાવ બને છે. છતાં પણ કોન્ટ્રાકટરો તંત્રના કાયદા નિયમોને જાણે ઘોળીને પી ગઈ હોય એવા દ્વશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં અનેક જગ્યાએ મોટી-મોટી બિલ્ડીંગોનાં કામ શરૂ છે. જ્યાં કામ કરતા મજુરો રામભરોસે કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. શહેરમાં બનતા બનાવોથી શું કોન્ટ્રાક્ટરની આંખ નહીં ખુલતી હોય? કોઈ પરીવારનો આધાર છીનવાઈ જાય એવા કામ જ શું કામ કરવામાં આવી રહ્યા છે?
કોન્ટ્રાક્ટરોને કેમ મજુરોની સેફટીની પડી નથી? તે પણ ચર્ચાનો વિષય છે. સરકારે અમૂક સમયે ટીમોને ચેકિંગમાં મોકલીને દંડ કરવો જોઈએ. તેના નિયમોનું પાલન કરવામાં આવે વધુમાં જો જોઈએ તો છેલ્લા બે વર્ષનાં એક જાહેર થયેલા આંકડા મુજબ 1128 મજુરોએ કામ કરતા કરતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં 286 મજુરો ક્ધસ્ટ્રકશન સાઈટ પર અકસ્માતનો ભોગ બન્યા હતા.
સૌથી વધુ રોજગારી આપતા બાંધકામ ઉદ્યોગમાં બોર્ડની સ્થાપનાને લઈને ગુજરાતભરમાં અત્યાર સુધી 990 મજૂરોના મોત નિપજ્યા હતાં. જેમાંથી માત્ર 44 જેટલા કામદારોના પરિવારોને રૂ. 82 લાખની સહાય અપાઈ હતી. જ્યારે રાજ્યમાં વિવિધ બાંધકામ દરમિયાન 2018માં 144 બાંધકામ સાઈટ પર અકસ્માતો સર્જાયા હતા.
જેમાં 137 કામદારોના મોત નીપજ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં બાંધકામ મજૂર સંગઠને રાજ્યના વિવિધ જિલ્લામાંથી આરટીઆઈના માધ્યમથી કામદારોના અકસ્માત અને મોતના આંકડા મેળવ્યા હતાં જેમાં જામનગર જિલ્લો અને સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારના આંકડા ઉપલબ્ધ થયા ના હોઈ આમાં સામેલ નથી.
કામદાર સંગઠનના મુજબ રાજ્યમાં જેટલા પણ અકસ્માતના કેસ બને છે તેમાં માત્ર જાણવાજોગ નોંધ થાય છે. મોટાભાગના કિસ્સામાં કોઈ જ એફઆઈઆર થતી નથી. બાંધકામક્ષેત્ર અકસ્માતનો ભોગ બનતા મજૂરો મોટા ભાગે દાહોદ અને પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ તેમજ પરપ્રાંતીય શ્રમિક હોય છે. અકસ્માતને પગલે મજૂરોના આશ્રિતો વળતર માટે વલખા મારવા પડે છે.
જો રાજ્ય સરકારના શ્રમયોગી બોર્ડ દ્વારા ક્ધસ્ટ્રકશન સાઈટ પર નોંધાયેલા મજૂરના અકસ્માતે મૃત્યુના બનાવમાં આશ્રિતોને રૂ. 3 લાખ આપવાની અને બોર્ડમાં નોંધાયેલા ન હોય તેવા શ્રમિકને રૂપિયા દોઢ લાખ આપવામાં આવે તો મજૂરોના પરિવારજનોને વલખા મારવા ન પડે. આમ મજૂરોને સરકાર દ્વારા કાયદા પ્રમાણે યોગ્ય વળતર મળી રહે તેવી અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય ઉકેલ મજૂરના હિતમાં આજદિન સુધી આવ્યો નથી.
Read About Weather here
મજૂરોના અધિકારોને લગતા એક-એક કાયદા માટે મજૂરો અને તેમનાં સંગઠનોએ ઘણો લાંબો સંઘર્ષ કર્યો છે. મજૂર કાયદા એ માત્ર મજૂરોના હકની વાત નથી, પરંતુ તેમને નાગરિક તરીકેની ગરિમા મળે છે એની બાંહેધરીની પણ વાત છે, લેબર લોનો છેદ ઉડાવી દેવો એ બિલકુલ ગેરવાજબી છે. આમ પણ મજૂર કાયદાનો આપણા રાજ્યમાં ખૂબ ઓછો અમલ થાય છે. માત્ર 10 ટકા જે સંગઠિત ક્ષેત્રના કામદારો છે તેમને જ લેબર લોનો લાભ મળે છે.(4.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here