હિજાબ ન પહેરેલી મહિલાઓ પર તાલીબાનોએ ગોળીબાર કરતા અમેરીકી દળોનો પણ ગોળીબાર: એરપોર્ટ અત્યારે અમેરીકાના કબજામાં, લોકો બસોની જેમ વિમાનમાં ઘેટા-બકરાની જેમ પુરાયા
અફઘાનિસ્તાનનો છેલ્લો ગઢ કાબુલ જીતી લેનાર તાલીબાનો આખા અફઘાનિસ્તાન પર વર્ચસ્વ જમાવી શકયા છે
Visit Saurashtra Kranti Homepage here
પણ અત્યારે કાબુલ એરપોર્ટ પર ભયંકર અરાજકતાનું વાતાવરણ સર્જાયું છે.
લોકો વિમાનમાં બેસવા માટે બેફામ રીતે દોડધામ કરી રહયા હોવાથી અચાનક તાલીબાનોએ ગોળીબાર કરતા ત્યાં હાજર અમેરીકન દળોએ પણ વળતો ગોળીબાર કરી દીધો હતો પરીણામે એરપોર્ટ પર ભાગદોડ મચી ગઇ હતી.
આઠ જણાના મોત થયાની શંકા સેવાય છે. બીજા અનેક ઘાયલ થયા છે.
કાબુલથી વાયરલ થયેલા વીડિયોમાં એરપોર્ટ પર લાશો પડેલી દેખાય છે.
અમેરીકી દળો હજુ એરપોર્ટ પર ગોઠવાયેલા છે અને નિયંત્રણમાં છે
પરંતુ લોકોએ હજારોની સંખ્યામાં દેશમાંથી નાસી જવા એરપોર્ટ પર ધસારો કર્યો છે.
આમાના કોઇ પાસે વિઝા નથી કે ટીકીટ પણ નથી.
દરમ્યાન એરપોર્ટ પર હિજાબ ન પહેરેલી કેટલીક મહિલાઓને તાલીબાનોએ ગોળીઓ મારી દીધી હોવાનું જાહેર થયું છે.
જો કે તાલીબાને હજી આવી ઘટનાની પુષ્ટી કરી નથી. ગોળીબારના અવાજો સાંભળીને ત્યાં હાજર અમેરીકન દળે વળતો ગોળીબાર શરૂ કરી દીધો છે.
ખુબ ઝડપથી આ ઘટના બની હોવાથી ભાગ દોડ મચી ગઇ હતી.
અમેરીકાએ નાગરીકો સુરક્ષીક બહાર નીકળી શકે એ માટે કાબુલ એરપોર્ટ પર છ હજાર સૈનિકો ગોઠવવાનું જાહેર કર્યુ છે.
Read About Weather here
પરંતુ અહીં હજારો લોકો સર સામાન લીધા વિના જ વિમાનમાં ચડવા માટે રીતસર ઘક્કા મુકી કરી રહયા છે અને ઘેટા-બકરાની જેમ વિમાનમાં ભરાય રહયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here