કાપડ ઉદ્યોગને બચાવી લો: વડાપ્રધાન સમક્ષ ઘા

કાપડ ઉદ્યોગને બચાવી લો: વડાપ્રધાન સમક્ષ ઘા
કાપડ ઉદ્યોગને બચાવી લો: વડાપ્રધાન સમક્ષ ઘા

ટેક્સટાઈલ ઉદ્યોગ મહામંડળ દ્વારા કોટનનાં ભાવમાં ઘટાડો કરવાની માંગણી: નાબાર્ડનાં વ્યાજ દરે લોન આપવા તથા માર્જીન બની ઘટાડવાની પણ રજૂઆત
દેશમાં કાપડ ઉદ્યોગ થકી 10 કરોડ લોકોને રોજગારીની પ્રાપ્તિ: કપાસનાં ભાવ છેલ્લી 11 સીઝનથી એકધારા વધી રહ્યાનો દાવો

છેલ્લી 11-11 સીઝનથી કપાસનાં ભાવોમાં એકધારો વધારો થઇ રહ્યો હોવાથી કપાસનાં ભાવો સ્થિર કરવા અને કાપડ ઉદ્યોગને નવુંજીવન આપવા કાપડ ઉદ્યોગનાં મહામંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માંગી છે અને એમની દરમ્યાનગીરી માટે અનુરોધ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશના ટેક્સટાઈલ ઉદ્યોગનાં ક્ધફેડરેશને નાબાર્ડનાં વ્યાજનાં દરે ઉદ્યોગ માટે પાંચ ટકા વ્યાજ સાથેની લોનનું ખંડ ઉભું કરવા, કપાસનાં ભાવો ઘટાડવા, માર્જીન મની 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરવા અને વર્કિંગ કેપિટલની મર્યાદાની મદત 3 મહિનાથી વધારીને 9 મહિના કરવા માંગણી કરી છે અને વડાપ્રધાનને આગ્રહ ભરી રજૂઆત કરી છે.

મહામંડળનાં ચેરમેન ટી.રાજકુમારે વડાપ્રધાનને રજૂઆત કરી હતી કે ભારતનાં કાપડ ઉદ્યોગમાં 10 કરોડ લોકોને રોજગારી મળી રહી છે. જેમાં કુશળ કારીગરોથી માંડીને અભણ મહિલાઓ અને ગરીબ ખેડૂતોને પણ મોટાપાયે રોજગારી પ્રાપ્ત થાય છે.

કપાસનાં ખેતરો અને નાની મોટી ગારમેન્ટ ફેક્ટરીઓમાં મહિલાઓ તથા ગરીબ મજુરોને કામ મળતું રહે છે. છેલ્લા કેટલાક સમયથી કપાસનાં ભાવમાં ઉથલ પાથલને કારણે ટેક્સટાઈલ અને કોટન ઉદ્યોગને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કપાસને આવશ્યક ચીજ-વસ્તુ ધારામાંથી મુક્તિ આપી દેવાઈ હોવાથી કાપડ ઉદ્યોગ માટે સંકટ સર્જાયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સખત સ્પર્ધા છે. એટલે ભારતીય ઉદ્યોગો પર બહુ રાષ્ટ્રીય કોટન ઉદ્યોગ છવાઈ રહ્યો છે.

કપાસની સીઝનમાં બહુ રાષ્ટ્રીય કંપનીઓને કપાસની જથ્થાબંધ ખરીદી લે છે. પીક સીઝન હોવાથી સસ્તા ભાવે મોટાપાયે જથ્થો ખરીદી લેવામાં આવે છે. ત્યારબાદ આ કંપનીઓ કૃત્રિમ તંગી ઉભી કરી લે છે અને ઓફ સીઝનમાં ભાવ વધ-ઘટની રમત રમે છે.

પરિણામે સરકાર ઉપર પણ ભાવસપાટી જાળવવાનું દબાણ રહે છે. જો સરકાર અમારી માંગણી મુજબ પગલા લેશે તો ટેક્સટાઈલ ઉદ્યોગનું વાર્ષિક રૂ. 1 હજાર કરોડનું ટર્નઓવર હજારો કરોડ સુધી પહોંચી જશે.

આ વર્ષે કપાસની 355 લાખ ગાંસડીનું ઉત્પાદન થવાની ધારણા રાખવામાં આવી છે. એ પૈકી 100 લાખ ગાંસડીની નિકાસો થવાની શક્યતા છે. પેટ્રીશને એવી પણ રજૂઆત કરી છે

Read About Weather here

કે, સરકારે 10 ટકા આયાત જકાત લગાડી છે તેના કારણે ભારતનાં ખેડૂતો કે સ્થાનિક કાપડ ઉદ્યોગને કોઈ ફાયદો થઇ રહ્યો નથી. બલકે વિદેશી કંપનીઓને જ ફાયદો થઇ રહ્યો છે.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here