Breaking : આવો, કાઠીયાવાડી સ્ટાઇલથી કોરોનાને કરીએ પરાસ્ત, ભયભીત નહીં ભડવીર બનો

કોરોના
કોરોના

જો એક માસ્ક પહેરવાથી તમે અન્ય 7 ને બચાવી શકતા હો તો એ લોકસેવા નથી?, કોરોનાનો સામનો કરવા જાત પર નિયંત્રણ અને નિયમોનું પાલન દરેકની જવાબદારી

જીંદગી કો આસાન નહીં ખુદ કો મજબુત બનાના પડતા હૈ, સહી સમય નહીં આતા, સમય કો સહી બનાના પડતા હૈ

રાખો ભરોષો તમે ખુદ પર,
શાને શોધો છો ફરીસ્તાઓ,
પક્ષી પાસે કયાં હોય છે નકશા,
તોય શોધી લે છે જીવનના રસ્તા

જીવનમાં મહામુસીબતોનો સામનો કરવા સાથી હાથ બઢાના અત્યંત જરૂરી, સામાજીક પ્રાણી તરીકે આપણે માત્ર પોતાનો નહીં અન્યનો ખ્યાલ કરવો જરૂરી

Subscribe Saurashtra Kranti here

જયારે જયારે સમાજ જીવન પર સાગમટે કોઇ પણ પ્રકારની આફત એ કુદરતી હોય કે માનવ સર્જીત, આપણા પર આવી પડતી હોય છે ત્યારે ધરતી પરના કુદરતના સૌથી શ્રેષ્ઠ સર્જન એટલે કે માનવ જાતને ઉગારી લેવાની જવાબદારી દરેકે દરેક વ્યકિતએ પોતાના ખંભે વહન કરવાની આવે છે. કેમ કે, આપણે સામાજીક પ્રાણી છીએ આપણા સમાજ એટલે કે માનવ જાતથી અલગ અને અટુલા રહીને જીવન જીવતા રહેવાનો વિચાર કરી શકીએ નહીં. આ તકે આ કોલમ મારફત ફીલસુફી દર્શાવતા વિચારો અત્યારે શું કામ પ્રગટ કર્યા.?

આ વિચારો પ્રજા સમક્ષ મુકવાનો અત્યારે સૌથી નિર્ણાયક સમય છે. કોરોના નામની એક અદ્રશ્ય નજરે ન ચડતી ભયાનક મહામારીએ પીડા, યાતના અને વિપદાના વાદળોથી સમગ્ર માનવ જાતને ઘેરી લીધી છે. ખુબ જ કપરો સમય છે. ચારે તરફથી મહામારીનું આક્રમણ થઇ રહયું છે. સમાજના દરેક વર્ગોને એક યા બીજા સમયે મહામારી પોતાની ચુંગાલમાં ફસાવી રહી છે.

ત્યારે માનવ જાતમાં એક અંગ ભુત અંગ તરીકે આપણે શું કરવાનું રહે છે. માત્ર વિચાર કરવાનો નહીં પણ મેદાનમાં આવીને અમલ કરવાનો આ સમય છે. કોઇપણ જાતનો ડર કે ભય રાખ્યા વિના આપણે કાઠીયાવાડને છાજે એ રીતે અસલ કાઠીયાવાડી જુસ્સા અને જનુન સાથે કોરોના મહામારીને પરાસ્ત કરવાની છે. એ માટે સહુ પ્રથમ વ્યકિતગત આપણે જવાબદાર બનવું પડે. એટલે કે, નીતિનિયમો અને બચાવના જે કાંઇ ઉપાયો આપણને બતાવવામાં આવી રહયા છે. એ તમામનો પ્રયોગ સહુ પહેલા ઘર આંગણેથી જ શરૂ કરવાનો રહે છે.

રાત્રીના હોજમાં હું એકલો પાણી નાખી દઇશ તો કયાં કોઇને ખબર પડવાની છે? બીજા લોકો તો દુધ નાખવાના જ છે. આ સ્વાર્થી અને સંકુચ મનોવૃતીનો ત્યાગ કરવાનો સમય આવી ગયો છે. પાકી ગયો છે. જે કાંઇ કરવું પડે તેની શરૂઆત અન્ય કોઇની રાહ જોયા વીના પહેલા આપડાથી જ કરવી પડે તો જ આપણને માનવ જાતના હિસાબનો આ હિસ્સા તરીકે ઓળખાવવાનો આધિકાર રહે છે.

કોરોના મહામારીની રસી બજારમાં આવી રહી છે. સારા નરસા પરીણામો જોવા મળી રહયા છે. સરકાર સંક્રમણને રોકવા માટે ભરચક પ્રયાસો કરી રહી છે. વ્યકિગત વ્યવહારમાં પુરી જવાબદારી બતાવીને તમામ નીતિનિયમોનો અમલ કરવાની આપણી આજે ફરજ બની રહી છે. તે દિશામાં કોઇ પણ પ્રકારની બેદરકારી, લાપરવાહી અને મગરૂરીને બીલકુલ સ્થાન નથી. આપણે પોતે સુરક્ષીત રહી એ છીએ તો આપણે અન્યોને પણ બચાવી શકીએ છીએ એ સુત્ર ગણીને ગાંઠે બાંધવાની જરૂર પડી છે. કોરોનાએ સમગ્ર જનજીવનને ઉપર તળે કરી નાખ્યું છે. સમાજનું આખુ કલેવર પરીવર્તન પામી ગયું છે. રોજીંદી જીવન પ્રક્રિયામાં આમુલ પરીવર્તનો આવી ગયા છે. ચારે તરફ ડર અને ચિંતાનું સામરાજય છવાયેલું છે.

ત્યારે આપણે આપણા પોતાના સંકુચીત કોચલામાં પુરાય રહેવાનું નથી. બલકે આપણા પરીજનો, સ્વજનો, અડોસી-પડોસી, આપણો લત્તો અને મહોલ્લા, આપણા પોતાના શહેરને બચાવવા ખાતર આપણે જાતે તમામ પ્રકારના નીતિનિયમો અને નિયંત્રણોને રોજીંદા જીવનમાં અમલમાં મુકવાના શપથ લઇએ એ આજના સમયની તાતી જરૂરીયાત છે. એ આપણો ધર્મ પણ છે. આપણે બહુજ ધાર્મીક ગણાતા આવીએ છીએ. દરેક ધર્મોના દરેક પર્વોનું ઉત્સાહ અને ઉલ્લાસ સાથે પાલન કરી ઉજવણીઓ કરતા રહીએ છીએ.

આવા જ જોમ, જુસ્સા અને જનુનની આજે કોરોના સામેના મહાજંગ માટે જરૂરી છે. આ માત્ર આપણી પોતાની કે આપણા ઘર પુરતી સીમીત લડાઇ નથી. કોરોના સામે માનવ જાત એ પ્રકારનું વિશ્ર્વ યુધ્ધ લડી રહી છે. આ મહાયજ્ઞમાં આપણે પણ આપણા વ્યકિતગત પોતીકા યોગદાન રૂપી મહાયજ્ઞમાં સહાય ભુત થવાનું છે. એ માટે ભયભીત બનવાનું નથી બલકે ભડવીર બનીને બહાર આવવાનું છે. કાઠીયાવાડ એક એવી ભુમી છે જયાં કોઇપણ કાળમાં જયારે જયારે મહાઆફતો આવી છે ત્યારે આ ધરતીએ એક મેકને સમર્થન આપીને, નીચે પડેલાને ઉભા કરીને પોતાના મજબુત ચારીત્રનો વિશ્ર્વને પરચો બતાવ્યો છે.

આજે આપણને સામુહિત રીતે એ જ ઐતિહાસીક કાઠીયાવાડી ખમીરની સૌથી વધુ જરૂર પડી ગઇ છે. સવાલ કોઇ એકને બચાવવાનો નથી. હજારો લાખોના જીવન બચાવવાનો તુમુલ સર્ઘષ આપણે કરી રહયા છીએ. એમાં આપડે અડખ, અડીખમ ઉભા રહીને વ્યકિતગ યોગદાન આપવાનું રહે છે. હું સલામત તો બધુ સલામત એવી સંકુચીત ડેડકા વૃતિમાંથી બહાર આવવાનો સમય છે. તમે જરાક વિચારો તો ખરા કોરોનાથી બચવાના એક જ નિયમનો અહીં ઉલ્લેખ કરીશ હું ખાલી માસ્ક નિયમીત પહેરી રાખવાથી આપણે કમશે કમ 6 થી 7 વ્યકિતના જીવન બચાવી શકીએ છીએ. અન્ય નિયમો અને નિયંત્રણોના ફાયદાતો અલગ જ છે. તબીબો, નિક્ષણાંતો, વૈજ્ઞાનીકો માસ્કને શું કામ અટલુ મહત્વ આપી રહયા છે એ સમજવાની જરૂર છે.

આ નિયમ પ્રતિ આડોડાઇ રાખવાનું પરીણામ હજારો લોકો ભોગવી ચુકયા છે. હવે આ સંખ્યા લાખોનો આંકડો પાર ન કરે એ માટે જાગ્યા ત્યાંથી સવાર ગણીને સાવચેત થઇ જઇએ. આ ધરતી માંએ આપણને અપરંપાર સુખ, સમૃધ્ધી પ્રદાન કર્યા છે. આપણા જીવનના દરેક તબક્કામાં કોઇને કોઇ જાણીતી અજાણી વ્યકિતનો આપણને ટેકો મળ્યો છે. એટલે જ જીવન નીરંતર ચાલતું રહયું છે. જયારે સામાજીક ઋણ આજે ચુકતે નહીં કરીએ તો કયારે કરશું.

Read About Weather here

એટલે સહું લોકો માસ્ક, સામાજીક અંતર સહિતના નીતિ નિયમોથી અડળાય નહીં. બલકે સમાજીક જવાબદારી ગણીનો તેનો ચુસ્ત પણે અમલ કરતા રહે એ જરૂરી છે. એક સામાન્ય છીંક આડે રૂમાલ રાખવાથી આપણી આસપાસની 10 માનવ જીંદગી આપણા થકી સુક્ષીત થઇ જતી હોય તો શું એ લોક સેવા નથી.

આવો કાઠીયાવાડની પરંપરાને ફરી એક વખત ગૌરવ પ્રદાન કરીએ અને ડર કે ભય રાખ્યા વિના સહુ સાથે મળીને કોરોના રાક્ષસને ધુળ ચાટતો કરીએ.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પોલીસ અધિકારીઓને કલીનચિટ
Next articleમનપાના નિવૃત હેડ સર્વેયરને રસીના બે ડોઝ લીધા બાદ કોરોના