કહેવાતી મહિલા વકીલ સહિત 4 શખ્સોએ પ્લોટ પચાવી પડતા લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો

ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!
ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કર્મચારી કો.ઓ.સોસાયટીનાં પ્લોટનાં બોગસ કુલમુખત્યાર બનાવી દસ્તાવેજ બનાવી બરોબર રજીસ્ટર કરાવી લેતા મહિલા વકીલ સહિત ત્રણની ધરપકડ કરાઈ

શહેરનાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કર્મચારી કો.ઓ હાઉસીંગ સોસાયટીમાં કિંમતી પ્લોટ મહિલા વકીલ સહિત ત્રણ શખ્સોએ પચાવી પાડી બોગસ કાગળોનાં આધારે દસ્તાવેજ રજીસ્ટર કરાવતા એન્ટી લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા ગાંધીગ્રામ -2 (યુર્ની) પોલીસે મહિલા વકીલ સહિત ત્રણની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ અમદાવાદ સ્નેહ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઈ અતુલભાઈ કોઠારી (ઉ.વ.37) નામના વણિક યુવાને ગાંધીગ્રામ-2 (યુર્ની) પોલીસમાં જમીનનાં નવા કાયદા એન્ટી લેન્ડ ગ્રેબીંગ  હેઠળ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનાં મામા રશ્મીકાંત ભોડીયા તથા માતા ચંદ્રિકાબેન કોઠારીની માલિકીનો પ્લોટ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કર્મચારી કો.ઓ હાઉસીંગ સોસાયટીમાં આવેલો હોય. આ પ્લોટમાં ઉદયનગર મવડી મેઈન રોડ પર રહેતા મહિલા વકીલ પ્રજ્ઞા આશિષ રાવલ યેનકેન પ્રકારે આ પ્લોટનું પોતાના નામનું બોગસ કુલમૂખત્યારનામું ઉભું કરી તે ખોટું હોવાનું જાણવા છતાં તેના ખરા તરીકે સરકારી રેકર્ડ ઉપર ઉપયોગ કરી કસ્તુરબા ધામ ત્રંબામાં રહેતા અરજણ નાથા માટીયાનાં નામે વેચાણ દસ્તાવેજ કરેલ હોય અને તેમાં સાક્ષી તરીકે સુખરામનગર મેઈન રોડ રહેતા અશોક મસા માટીયા તથા ઠેબચડા ગામે રહેતો ખોડા રાઘવ બાંભવાએ સાક્ષી તરીકે સહી કરેલ હોય.

Read About Weather here

તથા મહિલા વકીલ પ્રજ્ઞા આશિષ રાવલએ ફરિયાદી યુવાનનાં માસી પ્રફુલ્લાબેને તેમને ગઈ તા. ૨૦/૫/૯૭ માં કુલમુખત્યારનામું કરી આપેલ હોય તેવું ખોટું કુલમુખત્યારનામું ઉભું કરી સબ રજીસ્ટર કચેરીમાં સોગંધનામું કરેલ હોય જેમાં પ્રફુલ્લાબેમન હયાત હોવાનું જણાવેલ પરંતુ પ્રફુલ્લાબેન ગઈ તા. 2/૯/૨૦૦૮ માં ગુજરી ગયા હોય જેથી તમામ શખ્સોએ ભેગા મળી આ કૃત્ય કરી પ્લોટ પચાવી પડતા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ-૨ (યુર્ની) પોલીસના પી.આઈ એ.એસ.ચાવડા, પી.એસ.આઈ એ.બી.જાડેજા સહિતનાં સ્ટાફે મહિલા વકીલ પ્રજ્ઞા રાવલ, અરજણ માટીયા, અશોક માટીયા ખોડા બાંભવાની ધરપકડ કરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here