કલેકટર મહોદયા-મળો આ કોમનમેનને તો ખ્યાલ આવશે માર્કેટમાં ઇન્જેકશન જ નથી…!!

132

પળે પળે મૃત્યુની નજીક સરી રહેલા પિતાને બચાવવા હોસ્પિટલની બહાર પુત્રના સંઘર્ષની રૂંવાડા ખડા કરતી ગાથા

કલેકટરના દરવાજે પહોંચેલા ચિંતાતુર પુત્રને મળવા માટે કોઇ તૈયાર નથી, હાથમાં ફાઇલ સાથે ઇન્જેકશનની તલાશમાં નિકળેલા પુત્રની દશા એટલે ગરમીથી ધગધગતા અફાટ ગરમ રેતીના રણમાં પાણીનું ટીપુ શોધતા વટે માર્ગુ જેવી દયાજનક દશા

સંજયના પિતા મનસુખભાઇ ગજેરા ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના મહારોગ સામે જીવન-મરણનો સંઘર્ષ કરી રહયા છે

કોઇ સાંભળશે? રાજકોટ પાસેના ગામડાના યુવાનનો દર્દ ભર્યો કરૂણ પોકાર, મ્યુકર પીડિત પિતાનું ઓપરેશન કરવાનું છે પણ ઇન્જેકશન કયાંય મળતા નથી, જાહેર કરેલા કેન્દ્ર કુંડલીયા કોલેજમાંથી જવાબ મળે છે, અમારી પાસે ન તો ઇન્જેકશન છે કે ન તો પરિપત્ર!

દુ:ખ, વિપદા, યાતના, પીડા અને વેદના નામના શબ્દો આપણે પુસ્તકોમાં ખુબ વાંચ્યા છે. અખબારોના પાનાઓ પર છાશવારે આવા શબ્દો પ્રગટ થયેલા જોવા મળતા હોય છે. પણ આ શબ્દોનો કદી રૂબરૂ સાક્ષાત્કાર કર્યો છે ખરો.

વેદનાનું શાબ્દિક શરીર કદી નજરની સામે જોવા મળ્યું છે ખરૂ? હા વેદનાને જો સદેહ નિહાળવી હોય અને આત્મસાત કરવાની અનુભુતી અને અનુભવ પ્રાપ્ત કરવા હોય તો આવો રાજકોટ ખાનગી હોસ્પિટલના આંગણામાં પધારો અને મળો વેદનાના સાગરમાં ડુબકી ખાઇને અશ્રુ સારી રહેલા સંજય મનસુખભાઇ ગજેરાને… સંજયના પિતા મનસુખભાઇ ગજેરા ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના મહારોગ સામે જીવન-મરણનો સંઘર્ષ કરી રહયા છે. લોધીકા તાલુકાના માખાવડ ગામના રહેવાસી પિતા, પુત્રની જીવન બચાવવાની જે જબરદસ્ત વેદના અને યાતનામય સંઘર્ષ ગાથા છે એ વાંચીને જો આંખમાં અશ્રૃ ન આવી જાય તો તમારા હદયને ઢંઢોળી લેજો કે એ પથ્થરનું તો નથી બની ગયુંને.?

Subscribe Saurashtra Kranti here

માખાવડ ગામના પિતા-પુત્રની દર્દનાક ગાથા એવી છે કે, મનસુખભાઇ ગજેરા કોરોનાના ખાસ વોર્ડમાં મ્યુકરમાઇકોસિસ સામે જીવન-મૃત્યુનો ગજબ સંઘર્ષ કરી રહયા છે. રોગચાળો શરીરની અંદર ઝડપથી પ્રસરી રહયો છે અને શરીરના કોષને ખાઇ રહયો છે એટલે તાત્કાલીક ઓપરેશન કરવાની જરૂરીયાત ઉભી થઇ છે.

તબીબોએ કહયું છે કે, સિવિલમાં મ્યુકરમાઇકોસિસની સારવાર માટેના જરૂરી ઇન્જેકશન ખલાસ થઇ ગયા છે એટલે તાત્કાલીક ઇન્જેકશન લાવવા પડશે. અહીં હવે આ લાચાર અને જીવન માટે ઝઝુમતા બાપના પુત્રની અસહાયતાની કરૂણતાનો પ્રારંભ થાય છે જે તેની પરાકાષ્ઠાએ પહોંચી રહી છે. દિકરો એટલે કે સંજય ગજેરા ઇન્જેકશન માટે આખા શહેરમાં જયાં ખબર પડે ત્યાં દોડી જાય છે અવીરત રઝળપાટ ચાલુ છે. એક તરફ બાપ પળેપળે વધુને વધુ મોતની નજીક સરકે છે અને બીજી તરફ ઇન્જેકશન માટે દીકરાના પગે પરશેવો આવી ગયો છે.

ચંપલ ધસાઇ રહયા છે પણ એક ઇન્જેકશન હજુ સુધી મળ્યું નથી. હદયમાં ચિતકાર છે, હાથ પગ ધ્રુજી રહયા છે, આંખમાંથી લાચારીના આંસુ બહાર ટપકી રહયા છે, દીકરાને ખબર પડે છે કે, રાજકોટ જિલ્લા કલેકટરે ઇન્જેકશનના સ્ટોક માટે કુંડલીયા કોલેજમાં વ્યવસ્થા કરી છે. ખુબ જ આશાઓ અને અરમાનના ટેકે ટેકે પુત્ર કુંડલીયા કોલેજ ધસી જાય છે અને ઘડી ભરમાં તો વ્રજધાત જેવો અનુભવ થાય છે.

Read About Weather here

કુંડલીયા કોલેજની બારીમાંથી અવાજ આવે છે કે, અમારી પાસે ન તો ઇન્જેકશન છે કે ન તો દર્દીના સગા-વ્હાલાઓને આપવાનો પરીપત્ર છે. અહીં એ સવાલ ઉભો થયા છે કે, મ્યુકરની મહામારી ભયાનક રીતે સેંકડો દર્દીઓને ઝપેટમાં લઇ રહી છે. એ કલેકટરને પણ ખબર છે, સમગ્ર જિલ્લા તંત્રને ખબર છે પણ કુંડલીયા કોલેજમાં ઉભા કરાયેલા કહેવાતા મ્યુકર ઇન્જેકશન સેન્ટરને જ ખબર નથી કે, અમારે શું કામ કરવાનું છે? આથી વધુ મોટી વહીવટી નાદારી બીજી શી હોય શકે.!!

આ જવાબ સાંભળીને પિતા માટે આશા લઇને આવેલા પુત્ર પર તો જાણે આભ ફાટી પડયું હોય એવો દુ:ખનો પહાડ તુટી પડે છે. હાથમાં પિતાની સારવાર અને હોસ્પિટલમાં ખાસ વોર્ડમાં દાખલ કરાયેલા કાગળોની ફાઇલ લઇને પુત્ર છેવટે કલેકટર કચેરી દોડી જાય છે. ત્યાં ખાલી દિવાલ સાથે ભટકાવવા જેવો કપરો અનુભવ થાય છે કેમ કે, કચેરીમાં ન તો કલેકટર મળે છે કે ન તો કોઇ જવાબદાર અધિકારીનો સામનો થાય છે.

કલેકટર કચેરીમાં એ આકાશ સુધી પહોંચે એવા કરૂણ અવાજ સાથે પોકાર કરે છે કે, મારા પિતાને કાંઇ થઇ જશે તો મને કોઇ પણ ભોગે ઇન્જેકશન આપો પણ કલેકટર કચેરીએથી ખાલી ચેમ્બરોમાં અથડાઇને આ લાચાર દીકરાનો અવાજ તેના જ કાનમાં પાછો ફરે છે કારણ કે તંત્ર બહેરૂ થઇ ગયું છે અને સાથે સાથે અંધાપો પણ આવી ગયો છે. હવે આ બાપ-દીકરાનું શું થશે એ તો ઉપરવાળો જાણે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleદારૂની 20 બોટલ સાથે બે ઝડપાયા
Next articleરાજકોટમાં આવી જાણે દિવાળી! દુકાનો ખુલી, બજારોમાં રોનક પાછી ભરવાના દ્રશ્યો