કર્ણાટકની સિની શેટ્ટી મિસ ઇન્ડિયા 2022 બની

કર્ણાટકની સિની શેટ્ટી મિસ ઇન્ડિયા 2022 બની
કર્ણાટકની સિની શેટ્ટી મિસ ઇન્ડિયા 2022 બની
મિસ ઈન્ડિયા 2022ની ગ્રાન્ડ ફિનાલે 3જી જુલાઈના રોજ મુંબઈમાં જિયો વર્લ્ડ ક્ધવેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો, જેમાં અદભૂત પ્રક્રિયા બાદ સિની શેટ્ટીને મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. કર્ણાટકની સિની શેટ્ટીને મિસ ઈન્ડિયા 2022ની વિજેતા જાહેર કરવામાં આવી છે. તે જ સમયે, રાજસ્થાનની રૂબલ શેખાવતને મિસ ઈન્ડિયા 2022 માં ફર્સ્ટ રનર અપ જાહેર કરવામાં આવી હતી, જ્યારે ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણ સેક્ધડ રનર અપ બની હતી.

Visit Saurashtra Kranti Homepage here

દર વખતની જેમ આ વખતે પણ મિસ ઇન્ડિયા સ્પર્ધા પોતાનામાં ખાસ રહી. આ વખતે આ સ્પર્ધામાં સુંદરતાની 31પરીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. વિવિધ રાજ્યોમાંથી વિજેતા મોડેલોએ મેદાનમાં ઉતરીને રેમ્પ પર ધમાલ મચાવી હતી. આ સમગ્ર સ્પર્ધામાં ઝારખંડની રિયા તિર્કી સહિત કેટલીક મોડલ્સના નામની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ અંતે સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા 2022નો તાજ પોતાના નામે કર્યો. મિસ ઈન્ડિયા 2022 માં ચમક્યા સેલેબ્સ.

Read About Weather here

બોલિવૂડ સ્ટાર્સ મિસ ઈન્ડિયા 2022ના ગ્રાન્ડ ફિનાલેના રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા. મલાઈકા ગોલ્ડન કલરના ડીપ નેક ટ્રાન્સ પેરેન્ટ ગાઉનમાં અદભૂત લાગી રહી હતી. તે જ સમયે અભિનેત્રી નેહા ધૂપિયા પણ સિલ્વર કલરના ગાઉનમાં જોવા મળી હતી. બ્લેક એન્ડ વ્હાઇટ કલરના વેલ બોટમ સ્ટાઇલના આઉટફિટમાં કૃતિ સેનનનો લુક પણ એકદમ એલિગન્ટ લાગતી હતી. ગ્રાન્ડ ફિનાલેમાં નિર્ણાયકોના પેનલલિસ્ટમાં એક નહીં પરંતુ છ સેલેબ્સ સામેલ હતા, જેમાં મલાઈકા અરોરા, નેહા ધૂપિયા, ડિનો મોરિયા, રાહુલ ખન્ના, રોહિત ગાંધી અને શમ્મક દાવર જજ તરીકે જોડાયા હતા. એટલું જ નહીં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજ પણ આ પેનલમાં હાજર હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here