કરીના કપૂરના ઘરની સામેની બિલ્ડિંગમાં ભયાનક આગ…!

કરીના કપૂરના ઘરની સામેની બિલ્ડિંગમાં ભયાનક આગ...!
કરીના કપૂરના ઘરની સામેની બિલ્ડિંગમાં ભયાનક આગ...!
રસપ્રદ વાત છે કે આ આગની ઘટનાનું પહેલું રિપોર્ટિંગ કરીના કપૂરના ઘરની બહાર ધામા નાખીને પડ્યા રહેતા પાપારાઝી ફોટોગ્રાફરોએ કર્યું હતું. એક્ટ્રેસ કરીના કપૂરના બાન્દ્રા સ્થિત ઘરની

Visit Saurashtra Kranti Homepage here

સામે આવેલી બહુમાળી ઇમારતના ઉપરના ફ્લોર પરથી ધુમાડાના ગોટેગોટા સાથે આગ ફાટી નીકળતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડની ટ્રકોનો કાફલો પણ ઘટનાસ્થળે ધસી ગયો છે.

 પાપારાઝી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ આગની ઘટનાનો વીડિયો શૅર કર્યો હતો. તેમાં કરીનાના ઘરની સામેની ઇમારતના ઉપરના માળેથી નીકળતા ધુમાડાના ગોટેગોટા અને આગ બુઝાવવા માટે આવી પહોંચેલી ફાયરબ્રિગેડની ટ્રકોનો કાફલો જોઈ શકાય છે.

અલબત્ત, આ આગે કેટલું વિકરાળ સ્વરૂપ પકડ્યું છે, તેમાં કેટલું નુકસાન થયું છે વગેરે વિગતો હજુ સુધી બહાર આવી નથી.

ઉલ્લેખનીય છે કે કરીના કપૂર અને સૈફ અલી ખાને આ વર્ષે જ બાન્દ્રામાં ચાર માળનું પોતાનું નવું ઘર ખરીદ્યું છે અને ઓગસ્ટ મહિનામાં જ તેમાં ગૃહપ્રવેશ કર્યો હતો. ઇન્ટિરિયર ડિઝાઇનર દર્શિની શાહ પાસે તેણે આ બિલ્ડિંગનું ક્લાસિક યુરોપિયન કોલોનિયલ સ્ટાઇલમાં તમામ ઇન્ટિરિયર ડિઝાઇન કરાવ્યું છે.

જે વિવાદાસ્પદ બુકથી કરીનાના બીજા દીકરાનું નામ ‘જેહ’-‘જહાંગીર અલી ખાન’ છે તેવો ખુલાસો થયો, તે પુસ્તક ‘કરીના કપૂર ખાન્સ પ્રેગ્નન્સી બાઇબલ’માં તેણે પોતાના આ નવા ઘરની ખાસ્સી તસવીરો પણ શૅર કરી હતી.

બિઝનેસ સાઇટ ‘મનીકંટ્રોલ’ના એક રિપોર્ટ પ્રમાણે કરીના-સૈફે ‘ફોર્ચ્યૂન હાઇટ્સ’ નામનું પોતાનું જૂનું ઘર ‘ગિલ્ટી’ નામની એક મીડિયા કંપનીને ભાડે આપી દીધું છે. તે કંપનીએ બે કાર પાર્કિંગ સાથેની 1500 સ્ક્વેર ફીટની એ જગ્યા માટે 15 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવી હતી,

Read About Weather here

જ્યારે તેનું માસિક ભાડું 3.5 લાખ રૂપિયા જેટલું છે. તે આવતાં વર્ષોમાં વધીને અનુક્રમે 3.67 લાખ અને 3.87 લાખ રૂપિયા જેટલું થશે. તેમના એ જૂના ઘરની કિંમત 14 કરોડ રૂપિયા જેટલી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here