કમબેક…!

કમબેક…!
કમબેક…!
90ના દાયકાની ફેમસ એક્ટ્રેસિસમાંની એક શાંતિ હવે ફ્રીડમ ફાઈટર સરોજિની નાયડુની બાયોપિકમાં જોવા મળશે. અક્ષય કુમારની સાથે ‘સૌગંધ’, મિથુન ચક્રવર્તીની સાથે ‘ફૂલ ઔર અંગાર’ અને સની દેઓલની સાથે ‘વીરતા’માં જોવા મળેલી એક્ટ્રેસ શાંતિપ્રિયા બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહી છે. તેણે એક ઈન્ટરવ્યુમાં ફિલ્મોમાં વાપસીને વિશે ઘણી બધી વાતો શેર કરી છે. શાંતિપ્રિયાએ 16 વર્ષ પછી બોમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં રેમ્પ વોક કરવા વિશે વાત કરી. તેણે જણાવ્યું કે, છેલ્લી વખત મેં 2006માં રેમ્પ વોક કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આટલા વર્ષો પછી ફરીથી આવું કરવાની મજા આવી હતી. ડાન્સર હોવાના કારણે હું પરફોર્મ કરતી રહું છું અને લાંબા સમય પછી રેમ્પ વોક કરવા વિશે હું બિલકુલ પણ નર્વસ નથી.જ્યારે એક્ટ્રેસને શો બિઝ છોડવા વિશે રિગ્રેટ કરવા અંગે પૂછવામાં આવ્યું તો, તેણે કહ્યું કે, મને કોઈ વાતનો અફસોસ નથી. મેં માતા અને પતિની જવાબદારીઓ પૂરી કરવા માટે બ્રેક લીધો હતો. મને લાગે છે કે મેં મારી ડ્યુટી પૂરી કરી અને ફરીથી તે જગ્યા પર આવી જ્યાંથી હું બિલોન્ગ કરું છું.

શાંતિપ્રિયા થોડા વર્ષો સુધી ટીવીમાં પણ કામ કરી ચૂકી છે. તેણે જણાવ્યું કે તે આજની જનરેશનને જોઈને ઈન્સ્પાયર થાય છે. શાંતિએ કહ્યું, આજે હું જોઈ રહી છું કે માત્ર લગ્ન પછી જ નહીં પરંતુ માતા બન્યા પછી પણ હું ખૂબ જ ઓછા સમયમાં કેમેરા પર કમબેક કરી રહી છું. પોતાના પ્રોજેક્ટ વિશે વાત કરતા તેણે કહ્યું, આ એક પેન ઈન્ડિયા ફિલ્મ હશે, જે તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી ચાર ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.

Read About Weather here

જૂનમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે અને મારે શૂટિંગ પહેલા ઘણી બધી તૈયારીઓ કરવાની છે. અમારી પાસે સરોજિની નાયડુની જીવનશૈલી જોવા માટે મુશ્કેલીથી એક ક્લિપ અથવા ફૂટેજ છે. હું આ પ્રોજેક્ટ વિશે ઘણી એક્સાઈટેડ છું.મને ખુશી છે કે મારા દીકરાઓ મને એક્ટિંગમાં વાપસી માટે કહી રહ્યા છે.એક્ટ્રેસ ફ્રીડમ ફાઈટર સરોજિની નાયડુની બાયોપિકમાં મોટા પડદા પર વાપસી કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here