કપૂરમા કોરોનાની આગ…!

કપૂરમા કોરોનાની આગ...!
કપૂરમા કોરોનાની આગ...!
અર્જુન તથા અંશુલા કપૂર બીકાનેર ગયા હતા. પરત ફરતાં સમયે ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ 25 હાઇ રિસ્ક કોન્ટેક્ટ લિસ્ટ બનાવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

અને તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, આમાંથી ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોલિવૂડમાં કોરોનાની લહેર આવી હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં જ અર્જુન કપૂર તથા તેની બહેન અંશુલા કપૂરને કોરોના થયો છે.

અર્જુન-અંશુલાની કઝિન સિસ્ટર રિયા તથા તેના પતિ કરનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હવે અર્જુન-અંશુલાના ચાર મિત્રોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.આ ચાર લોકો અર્જુન-અંશુલાના ક્લોઝ ફ્રેન્ડ્સ હોવાનું સામે આવ્યું છે.

BMCએ અર્જુન કપૂરની બિલ્ડિંગને સેનિટાઇઝ કરી હતી અને ત્યારબાદ સીલ કરી દીધી હતી. અર્જુન તથા અંશુલા હાલમાં હોમ ક્વૉરન્ટિન છે. બંનેની તબિયત હાલમાં સારી છે. બંને જરૂરી દવાઓ લઈ રહ્યા છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અર્જુન કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે સમયે અર્જુનની પ્રેમિકા મલાઈકા અરોરા પણ પોઝિટિવ થઈ હતી. બંને સાથે જ હોમ આઇસોલેશનમાં રહ્યાં હતાં.

અનિલ કપૂરની બીજી દીકરી રિયા કપૂર તથા જમાઈ કરન બુલાનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રિયાએ ઓગસ્ટમાં કરન બુલાની સાથે લગ્ન કર્યા હતા. અનિલ કપૂરની દીકરીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘સુપર કેરફુલ રહેવા છતાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે.

ખબર નહીં કેમ મારી તથા અન્યની સ્વાસ્થ્યની માહિતી સમાચાર કે ગોસિપ કેમ છે. આ માત્ર સરકાર તથા સરકારી સંસ્થાઓ સારી રીતે કામ કરી શકે એટલે તેમના માટે હોવી જોઈએ. આ માહિતી ગોસિપ સાઇટ્સ પર હોવા જોઈએ નહીં.

હું અને મારા પતિ આઇસોલેશનમાં છીએ. તમામ પ્રકારની સાવચેતી રાખીએ છીએ. ગઈ કાલ રાત્રે ‘ફ્રોઝન’ જોઈ. તે સારી હતી. માથામાં દુખાવો છે, તેમ છતાંય આભારી છું કે મેં મારી રીતે આમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધ્યો અને અમે ટૂંક સમયમાં જ સાજા થઈ જઈશું.

Read About Weather here

અમારી ચિંતા કરતાં તમામ લોકોને કહી દઉં કે અમારી તબિયત એટલી પણ ખરાબ નથી. ચેક કરવા માટે આભાર અને લવ યૂ.’બહેનને ઘણી જ મિસ કરી. ચોકલેટ સિવાય અન્ય તમામનો સ્વાદ બકવાસ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here