કતારગામના સિવિલ કોન્ટ્રાક્ટર પાસેથી 14 લાખની છેતરપિંડી…

યુવક પાસેથી પેટ્રોલપંપના સંચાલકના નામે રૂ. 2.50 લાખની ઠગાઇ…
યુવક પાસેથી પેટ્રોલપંપના સંચાલકના નામે રૂ. 2.50 લાખની ઠગાઇ…
કતારગામના સિવિલ કોન્ટ્રાક્ટરે પોતાની લકઝરિયસ કાર મિત્રને વેચાણ કરવામાં ભેરવાયો છે. સિવિલ કોન્ટ્રાક્ટરે મિત્ર પર વિશ્વાસ કરી લકઝરીયસ કાર રૂ. 24.11 લાખમાં સોદો નક્કી કર્યો હતો.

 મિત્રએ ટોકન પેટે 91 હજારની રકમ આપી કાર લઈ ગયો હતો. બાકીની 23.20 લાખની લોન 3 મહિનામાં પોતાના નામે ટ્રાન્સફર કરાવી દેવાની વાત કરી હતી. 3 મહિનામાં લોન ટ્રાન્સફર ન કરાવી ઉપરથી લોનનો હપ્તો પણ ભર્યો ન હતો. આથી કોન્ટ્રાકટર જતીનભાઈ કોશિયાએ મિત્ર જયદીપ મોરડીયાને આ બાબતે ટકોર કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સિવિલ કોન્ટ્રાક્ટર જતીન કોશિયાએ મિત્રને લોનના બાબતે કોલ કરતા તે જવાબ આપતો ન હતો. બેંકમાં કારની લોનની પેનલ્ટી સાથે 14.45 લાખની રકમ બાકી હતી. સિવિલ કોન્ટ્રાક્ટર જતીન કોશિયા મિત્ર પાસે કાર પરત માંગી છતાં તે આપતો ન હતો ઉપરથી લોનના હપ્તા પણ ભરતો ન હતો.

જેથી મિત્રએ 6-7 લોનના હપ્તા રેગ્યુલર ભરી બાદમાં લોન ભરવાની બંધ કરી દીધી હતી. મિત્ર કારની લોન ભરતો ન હોય જેના કારણે કોન્ટ્રાકટરનો સિબીલ રેકર્ડ ખરાબ થતો હતો.

Read About Weather here

જેના કારણે કોન્ટ્રાકટર જતીન કોશીયાએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે જયદીપ ધીરૂ મોરડીયા(ધર્મિષ્ઠા પાર્ક સોસા, નાના વરાછા) સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. આરોપી જયદીપ મોરડીયા પહેલા સીમાડા નાકા પાસે કાર મેળો ચલાવતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here