કચ્છમાં આહીર હેન્ડીક્રાફટ એકિઝબિશન સંપન્ન

કચ્છમાં આહીર હેન્ડીક્રાફટ એકિઝબિશન સંપન્ન
કચ્છમાં આહીર હેન્ડીક્રાફટ એકિઝબિશન સંપન્ન

ગાંધીધામમાં લાયન્સ ક્લબ ખાતે અડિખમ આહીર સમાજ, મહિલા શક્તિ વિંગ કરછ ઝોન આયોજિત અસ્મિતા બલદાણીયા મંત્રી મીનાબેન વાઘમશી કરછ ઝોન પુરુષ વિભાગનાં કાનજીભાઈ આહીર તેમજ સમસ્ત કરછ મહિલા મંડળ દ્વારા સૌ પ્રથમ વાર એકઝીબિશન હેન્ડીકાફટનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય હેતુ આહીર ભરતને પ્રચલિત કરવા તેમજ આહીર બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે ફ્રી સ્ટોલ રાખવામાં આવ્યા હતા. કરછના ઉધોગપતિઓ તેજા ભાઈ કાનગડ, બાબુભાઈ ભીમા હુંબલ દ્વાર સપોર્ટ મળ્યો હતો.

Read Saurashtra Kranti E-Paper here

આ કાર્યક્રમમાં દિપ પ્રાગટ્ય પુજ્ય ત્રીકમદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્રિકમભાઈ આહીર, નગરપાલિકા પ્રમુખ ઈશિતા બેન ટીલવાની, ભરતભાઈ આહિર, તેમજ વી.કે. હુંબલ, એકઝીબિશન વગેરે મહાનુભાવો હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અંજાર સોરઠિયા સમાજના પ્રમુખ પ્રેમજી ભાઈ પેડ વા તેમજ ભગવાનજી ભાઈ આહીર રતનાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અડીખમ આહીર સમાજનાં પ્રમુખ સેવક રાહુલભાઈ ચોચા, ગોવિંદભાઈ ચૌચા, સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માલતીબેન મહેશ્ર્વરી ધારાસભ્ય, અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે વિવિધ કાર્યક્રમો મુઝીકલ હાઉઝી, નાનાં-નાનાં આહિર ભુલકાઓ દ્વારા રેમ્પ વોકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પધ્ધર ગામથી રાસ ગરબાનું ગ્રુપ આવ્યું હતું અને એ ગરબા ખૂબ જ આકર્ષક રહ્યા હતા.

Read About Weather here

કચ્છનાં ઘણા ગામોનાં આહીર સરપંચો તથા ગાંધીધામના અન્ય પ્રખ્યાત એન.જી.ઓના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યકમને ભારે પ્રતિસાદ મળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here