દક્ષિણ શક્તિ નામે ચાર દિવસ સુધી સઘન ટ્રેનીંગનો પ્રારંભ: કચ્છનાં ક્રિક વિસ્તારથી માંડીને રાજસ્થાન સરહદ સુધી રણમાં કૌશલ્યની કસોટી
ભારતીય સેનાની પુણે સ્થિત દક્ષિણ કમાન્ડની ટુકડીઓ દ્વારા કચ્છનાં અખાત અને ક્રિક વિસ્તારમાંચાર દિવસ સુધી અભૂતપૂર્વ લશ્કરી તાલીમ અને શૌર્યની કવાયત હાથ ધરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
દક્ષિણે શક્તિ નામે યોજાયેલી કવાયતમાં લશ્કર, હવાઈદળ, નૌકાદળ, પોસ્ટગાર્ડ, બીએસએફ, ગુજરાત પોલીસ અને મત્સ્યઉદ્યોગ વિભાગનાં અધિકારીઓ તથા જવાનો જોડાયા હતા તેમજ કચ્છ ખાતેનાં લશ્કરી સુત્રોએ જણાવ્યું હતું
કે મોટાભાગની લશ્કરી કવાયત કચ્છનાં સીરક્રિક વિસ્તારમાં કરવામાં આવી હતી. કચ્છથી માંડીને રાજસ્થાનની સરહદો સુધી જોરદાર તાલીમ કવાયત કરવામાં આવી હતી અને જવાનોનાં કૌશલ્યની તૈયારી ચકાસવાનો સઘન અભ્યાસ કરવામાં આવ્યો હતો.
ભારતીય સેનાનાં સતાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય દળોની કમાન પાકની ટુકડીઓએ સંકલિત રીતે ત્રિ-પરિમાણીય લશ્કરી કાર્યવાહી અને અભ્યાસ કરીને ભારતીય સેનાની તાકાતની ચકાસણી કરી હતી.
ભવિષ્યનાં પડકારોનો મુકાબલો કરવા માટે સેનાની અલગ-અલગ પાંખ વચ્ચે સંદેશા વ્યવહાર તથા લશ્કરી ઓપરેશનનાં ડેટા વગેરે મુદ્દાઓ પર સેનાની તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી.
Read About Weather here
ભારતનાં ખાસ મરીન કમાન્ડો પણ જોડાયા હતા. એમણે એમઆઈ-17 હેલીકોપ્ટરમાંથી બોટમાં કુદી પડી દુશ્મન ચોકી પર વેગીલા આક્રમણની પ્રેક્ટીસ કરી હતી અને ક્ષમતાની ચકાસણી કરી હતી.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here