કચરો ફેંકવા ગયેલા શ્રમિકને લૂંટી લઇ પાંચ શખ્સોનો ખુની હુમલો

કચરો ફેંકવા ગયેલા શ્રમિકને લૂંટી લઇ પાંચ શખ્સોનો ખુની હુમલો
કચરો ફેંકવા ગયેલા શ્રમિકને લૂંટી લઇ પાંચ શખ્સોનો ખુની હુમલો

છોડાવવા પડેલા અન્ય ત્રણ મિત્રોને પણ ઢીંકાપાટુનો મારમારી ખૂનની ધમકી આપી નાશી છૂટ્યા ; પ્રદ્યુમન ચૌહાણના હાથની નસ કપાઈ જતા અને પડખામાં છરીનો જીવલેણ ઘા લાગતા ગંભીર

શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા અંકિત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કચરો નાખવા ગયેલા ચાર શ્રમિકો પર પાંચ શખ્સોએ હુમલો કરી ઢીંકાપાટુનો મારમાર્યા બાદ મોબાઈલની લૂંટ ચલાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે એક શખ્સે છરી વડે ખુની હુમલો કરી કરતા ઘવાયેલા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.આજીડેમ પોલીસે ખુની હુમલો, લૂંટ, જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

લૂંટ – ખુની હુમલાના બનાવ અંગે સાંઈબાબા સર્કલ નજીક ગુલાબનગરમાં રહેતા પ્રદ્યુમનભાઈ લાલબિહારી ચૌહાણ ( ઉ.વ ૨૩) ની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે આરોપી રાહુલ, તેના બે ભાઈ, બે અજાણ્યા ઈસમો સામે મોબાઈલની લૂંટ ચલાવ્યાની અને છરી વડે હાથની નર્સ કાપી નાંખી

તથા પડખામાં એક ઘા મારી તથા અન્ય ત્રણ મિત્રોને ઢીંકા પાટુનો મારમાર્યો અંગેની ફરિયાદ નોંધાવી છે. આજીડેમ પોલીસ સ્ટેશનના પી.આઈ વી.જે ચાવડાએ આઈપીસી ૩૦૭,૩૯૫, ૩૯૭, ૩૯૮, ૩૨૬, ૩૨૩, ૫૦૪, જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

Read About Weather here

ઘવાયેલા પ્રદ્યુમ્ન ચૌહાણ, પ્રદીપ યાદવ, સુનિલ ચૌહાણ, યશવંત ચૌહાણને ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ખૂની હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રદ્યુમન ચૌહાણે જણાવ્યું હતું કે હું મારા ત્રણ મિત્રો સાથે અંકિત ઇન્ડસ્ટ્રી એરિયામાં કચરો ફેંકવા ગયો હતો.ત્યારે પાંચ શખ્સોએ આવી મોબાઈલની લૂંટ ચલાવી હતી.જેમાં રાહુલના ભાઈએ છરી વડે હુમલો કરી ગંભીર ઇજા કરી નાશી છૂટ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here