ઔધોગિક વિસ્તારોમાં શ્રમિકોની ઓરડીમાંથી મોબાઇલની ચોરી કરતો શખ્સ ઝડપાયો

ઔધોગિક વિસ્તારોમાં શ્રમિકોની ઓરડીમાંથી મોબાઇલની ચોરી કરતો શખ્સ ઝડપાયો
ઔધોગિક વિસ્તારોમાં શ્રમિકોની ઓરડીમાંથી મોબાઇલની ચોરી કરતો શખ્સ ઝડપાયો


રાજકોટમાં ગોંડલ ચોકડી પાસેથી આઠ ચોરાઉ મોબાઇલ સાથે પકડી પાડયો

રાજકોટમાં ઔધોગિક વિસ્તારોમાં શ્રમિકોની ઓરડીમાંથી ચાર્જીગમાં રહેલા મોબાઇલની ઉઠાંતરી કરતા શખ્સને પોલીસે ગોંડલ ચોકડી પાસેથી આઠ ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી પાડયો હતો.
Subscribe Saurashtra Kranti here

જાણવા મળતી વિગત મુજબ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી ડીસીપી પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે. જાડેજા અને ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એએસઆઇ જયેશ નિમાવત અને કુલદિપસિંહ જાડેજાને બાતમી મળેલી ગોંડલ ચોકડી નજીક પુનિતનગર પાણીના ટાંકા પાસે એક શખ્સ ચોરાઉ મોબાઇલ પાસે ઉભો હોય

જેથી પોલીસે તાત્કાલીક પુનિતનગર પાણીના ટાંકા પાસેથી શંકાસ્પદ શખ્સને ઝડપી લઇ તલાશી લેતા તેની પાસેથી ચોરાઉ મોબાઇલ નં. 8 મળી આવતા પોલીસે આરોપી દિલીપ ઉર્ફે પીન્ટુ ભીખાભાઇ રાઠોડ (રે. લોધીકા, મેંગણી જવાના રસ્તે, હાલ કણકોટ, 25 વારીયા કાલાવડ રોડ)ની ધરપકડ કરી મોબાઇલ નં. 8 (કિ. 27500) કબ્જે કર્યા હતા.
Read About Weather here

આરોપીની પુછપરછમાં આ તમામ ચોરાઉ મોબાઇલ મેટોડા જીઆઇડીસી અને કાલાવડ રોડ પર આવેલા અલગ – અલગ કારખાનામાં કામ કરતા શ્રમિકોની ખુલ્લી ઓરડીમાં ચાજીંગમાં રહેલા મોબાઇલની ચોરી કર્યાની કબુલાત આપી હતી. આરોપી દિલીપ ઉર્ફે પીન્ટુ અગાઉ શાપર વેરાવળ અને લોધીકા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here