ઓહ કોરોના..!! 24 કલાકમાં 90 હજારથી વધુ નવા કેસ

ઓહ કોરોના..!! 24 કલાકમાં 90 હજારથી વધુ નવા કેસ
ઓહ કોરોના..!! 24 કલાકમાં 90 હજારથી વધુ નવા કેસ

ઓમિક્રોનનાં 2630 કેસ નોંધાયા, સૌથી વધુ મહારાષ્ટ્રમાં 797 કેસ: મહામારીનાં બબ્બે રૂપની આફત વચ્ચે ભીંસાઈ રહેલી પ્રજા

દેશના છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોના અને ઓમિક્રોનનાં કેસોએ ઉછાળો માર્યો છે અને મહામારીનો ડબલ એટેક અનેક રાજ્યોનાં ખૂણે-ખૂણે પ્રસરી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં કોરોનાનાં નવા 90928 કેસો નોંધાયા હતા. જે ગઈકાલ કરતા 55 ટકા વધુ રહ્યા છે. એ જ રીતે ઓમિક્રોનનાં 2630 કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનાં સૌથી વધુ 797 અને દિલ્હીમાં 465 કેસો નોંધાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશમાં ઓમિક્રોનથી પહેલું મોત રાજસ્થાનમાં થયું છે. જ્યાં કોમોરબીડીટી ધરાવતા 73 વર્ષનાં એક વૃધ્ધનું ઓમીમિક્રોનથી મૃત્યુ થયું હતું. જો કે આ વૃધ્ધ વેક્સિનનાં બંને ડોઝ લઇ ચૂક્યા હતા અને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ ન હતી. છતાં ઓમિક્રોનથી સંક્રમિત થયા હતા. દેશના 26 રાજ્યોમાં ઓમિક્રોનનો પંજો ફેલાઈ રહ્યો છે. કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ કોરોનાથી ગત બે દિવસમાં 325 નાં મોત થયાનું નોંધાયું છે.

Read About Weather here

કોરોનાનાં સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જ્યાં ગઈકાલે વિક્રમરૂપ એક દિવસમાં 26538 નવા કોરોના કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં એક દિવસમાં 14022 કોરોના કેસ નોંધાયા છે. દિલ્હીમાં પણ એક દિવસમાં કોરોના કેસોની સંખ્યા બેવડા પ્રમાણમાં વધી ગઈ છે. ગઈકાલે 5481 કેસ થયા હતા. તો આજે 10665 કોરોના કેસ નોંધાયા છે. 8 દર્દીઓનાં મૃત્યુ થયાનું પણ નોંધાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here