કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન જ બ્લાસ્ટ થતા આગ લાગી હતી. ગઈકાલે રવિવારે મોડી રાત્રે ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 6 કામદારો બળીને ભડથું થયા હતા.આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
બનાવને પગલે ફાયરબ્રિગેડના કાફલાએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. જો કે આગ એટલી વિકરાળ હતી કે એમાં 6 કામદારોના દાઝી જવાથી મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
Read About Weather here
સાથે જ કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આગ એટલી વિકરાળ હતી કે, કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here