બંગાળ સહિત આઠ રાજયોમાં ચક્રવાતની અસરથી ભારે વર્ષા અને તોફાની પવનનો આતંક, બંગાળ અને ઓરીસ્સા બન્ને રાજયોમાં કાંઠા વિસ્તારોમાંથી 20 લાખ લોકોનું સ્થળાંતર
હવે બંગાળ ભણી ધસી રહયું છે, 20 લાખથી વધુ લોકોનું સ્થળાંતર, ચક્રવાતની અસરથી તોફાની પવન અને ભારે વરસાદ, બંગાળમાં બે મોત રસ્તાઓ પર દરીયાના પાણી વહી નીકળ્યા : નેવી, વાયુ સેના અને એનડીઆરએફ એલર્ટ
બંગાળ પહેલા ઓરીસ્સા કાંઠે પહોંચી ગયું તોફાન : ત્રણ થી ચાર કલાક લેન્ડ ફોલ ચાલશે, વાયુ સેના, નૌકાદળ અને એનડીઆરએફ એકદમ સાવધ, સેંકડો ટીમો ગોઠવાઇ
બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘યાશ’ વાવાઝોડુ બુધવારે સવારે બંગાળ નહીં પણ પ્રથમ ઓરીસ્સાના ધામરા પોર્ટ પર પ્રથમ ટકારાયું હતું. વાવાઝોડાના આગમન સાથે બન્ને રાજયોમાં નૌકાદળ, વાયુસેના અને એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
બંગાળ સહિત આઠ રાજયોમાં વાવાઝોડાની પ્રચંડ અસરથી ભયાનક ગતીથી પવન ફુંકાઇ રહયો છે અને ભારે વરસાદ પણ શરૂ થઇ ગયો છે. બંગાળ અને ઓરીસ્સા બન્ને રાજયોના કાંઠા જિલ્લાઓમાંથી 20 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સહુ પ્રથમ ઓરીસ્સાના કટ પર યાસનો ઝંઝાવાત ટકરાયું છે અને લેન્ડ ફોલ પ્રક્રિયા ત્રણ થી ચાર કલાક ચાલશે તેવું હવામાન ખાતાએ જાહેર કર્યુ છે.
Subscribe Saurashtra Kranti here
સૌ પ્રથમ યાસ વાવાઝોડુ બંગાળના કાંઠે ત્રાકતવાની શકયતા હતી પણ આજે સવારે વાવાઝોડાની દિશા બદલાતા હવામાન ખાતાએ નવી આગાહી કરી હતી. સવારે 9 વાગ્યાની આસપાસ ઓરીસ્સાના ભદ્રક જિલ્લામાં ધામરા બંદરના તટ પર વાવાઝોડુ ટકરાયું હતું. કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરીને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા. ઓરીસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે જણાવ્યું હતું કે, લોકોના જાન બચાવવાના કાર્યને અગ્રતા આપવામાં આવી રહી છે.
બંગાળમાં વાવાઝોડાના આગમન પહેલા જ વિનાસ અને તારાજીના દ્રશ્યો સર્જાયા છે. બંગાળમાં વિજળીના તારને અડી જતા બે વ્યકિતઓના મોત થયાનું જાહેર થયું હતું. બંગાળમાંથી 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વાવાઝોડુ આવી પહોંચતા બંગાળ અને ઓરીસ્સામાં ઝબરો કરંટ જોવા મળી રહયો છે અને ઉંચા મોજા ઉછડી રહયા છે.
કાંઠા વિસ્તારોમાં દરીયાય પાણી ધુસી ગયા છે. આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ પર દરીયાનું પાણી ફરી વળ્યું છે. બંગાળના ડિધા અને ચોવીસપરગણા જિલ્લાઓમાં વધુમાં વધુ અસર જોવા મળી રહી છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કંટ્રોલ રૂમમાં બેસીને વાવાઝોડાની પરિસ્થિતિ પર નજર રાખી વિગતો પ્રાપ્ત કરી હતી. તેમણે રાહત અને બચાવ માટે સજ્જ રહેવા એનડીઆરએફની ટીમોને તાકિદ કરી છે.
Read About Weather here
તોફાનની અસરથી બન્ને રાજયોમાં ભારે વરસાદ પડી રહયો છે. હજુ અન્ય વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. કાંઠાળ વિસ્તારોમાં પ્રતિ કલાક 185 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની શકયતા છે. સ્થળાંતર કરાયેલા લોકોને સરકારી ઇમારતો અને શાળા કોલેજના બિલ્ડીંગમાં આસરો અપાયો છે. સગર્ભા મહિલાઓ અને બાળકોને સરકારી હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. હજુ આવનારા 6 કલાક બન્ને રાજયો માટે ભારે છે. મમતા બેનર્જીએ ગઇ આખી રાત કન્ટ્રોલ રૂમમાં જ પસાર કરી હતી.
માછીમારોને દરીયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. બિહાર, જારખંડ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ વગેરે રાજયોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ઓરીસ્સાના ચાર જિલ્લાઓમાં તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here