ઓમિક્રોન સામે લડવા સજ્જ થતું ગુજરાત

ઓમિક્રોન સામે લડવા સજ્જ થતું ગુજરાત
ઓમિક્રોન સામે લડવા સજ્જ થતું ગુજરાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પરિસ્થિતિની સમીક્ષા; ટ્રેસિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટનાં વ્યૂહ પર આગળ વધવા તંત્રને આદેશ; રાજ્યમાં અત્યાર સુધીમાં વિદેશથી આવેલા 4500 મુસાફરોનું ટેસ્ટીંગ

કોરોના મહામારીનો નવો ઓમિક્રોન વેરીએન્ટ જામનગરમાં મળી આવતા ગુજરાત સરકાર એકદમ સતર્ક બની છે. ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખાસ બેઠકનું આયોજન કર્યું હતું ને ઓમિક્રોન સામે તત્કાલ પગલા લેવા માટે જરૂરી સુચના આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

નવા વેરીએન્ટ સામે લડવાની આરોગ્ય તંત્રને સજ્જતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉચ્ચ કક્ષાની બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા.

મુખ્યમંત્રીએ ઓમિક્રોન અંગે ભારત સરકારે બહાર પાડેલી નવી ગાઈડલાઈન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરાવવા અને કોઈ બાંધછોડ ન કરવા આરોગ્યતંત્રને તાકીદ કરી હતી.

તેમણે ગુજરાતમાં 3-ઝ એટલે કે ટ્રેસિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ ધપવા સ્પષ્ટ સુચના જારી કરી છે. સૌ નાગરિકોને પણ સતર્ક રહેવા અને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.

સામાજીક અંતર, માસ્ક અને સેનિટાઈઝેશનનાં ઉપયોગ માટે અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગનાં અધિક મુખ્ય સચિવ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનાં તમામ એરપોર્ટ પર ભારત સરકારની સુચના મુજબ સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી સઘન બનાવવામાં આવી છે.

11 હાઈરીસ્ક દેશો, યુરોપનાં દેશો અને ભયમાં નથી એવા દેશોમાંથી આવતા તમામ યાત્રિકોનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.તેમણે ઉમેર્યું હતું કે, 1 લી ડિસેમ્બરથી અત્યાર સુધીમાં આવા દેશોમાંથી આવેલા 4500 થી વધુ મુસાફરોનું ચેકિંગ કરી લેવામાં આવ્યું છે.

ગુજરાતનો પહેલો કેસ જામનગરમાં મળ્યો છે. 72 વર્ષનાં એક વૃધ્ધ ઝીમ્બાબ્વે થી જામનગર આવ્યા છે. આ વૃધ્ધને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે. દર્દીને અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

Read About Weather here

આ ઉચ્ચ કક્ષાની બેઠકમાં નાગરિકોને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે. બેઠકમાં ઉચ્ચ કક્ષાનાં અધિકારીઓ અને પોલીસ વડા પણ હાજર રહ્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here