ખાનગી શાળાઓએ ઓનલાઈન શિક્ષણ આપવાનો કર્યો ઇનકાર
વૈશ્વિક મહામારીને કારણે સરકારે ઓફલાઇન શિક્ષણ બંધ રાખ્યું હતું. હાલ સ્થિતિ કાબુમાં હોવાથી સરકારે શાળાઓને ઓફલાઇન શિક્ષણ ચાલુ કરવાની મંજૂરી આપી છે. કોરોના ગાઈડલાઇન મુજબ શાળાઓ શરૂ થાય બાદ ફી અંગે વિવાદ ઊભો થયો છે. શાળાઓ મનફાવે તેટલી ફી લેવા માંડ્યા છે. લોકોમાં આર્થિક ભીષણ હોવાથી વાલી મંડળ દ્વારા 25 ટકા ફી માફની માંગણી કરી છે.
ફી નિર્ધારણ કમિટી ફી નિયત કરે એ પહેલા સંપૂર્ણ ફી વસૂલી લેવા માટે ખાનગી શાળાઓ ખાનગી રીતે અન્ય ફી , ટ્રાન્સ્પોર્ટેશન ફી, ટ્યુશન ફી, વગેરે ફી વાલીઓ પાસે થી વસૂલ કરવામાં આવે છે.
Subscribe Saurashtra Kranti here
સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે જે વિધાર્થીઑ શાળામાં આવી શિક્ષણ મેળવવા નથી ઇચ્છતા તેઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકસે આમછતાં ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં ખાનગી શાળાઓએ ઓનલાઈન શિક્ષણ ભણાવવાનો ઇનકાર કરી દિધો છે.
સરકારના નિયમોનું પાલન ન કરી વાલીઓને રૂબરૂ બોલાવી કે ઈ- મેઇલ કે મેસેજ દ્વારા ઓનલાઈન ભણાવાનો સાફ ઇનકાર કરી દીધો છે. શાળાઓ પૈસાની લાલચમાં વાલીઓ પાસેથી મનફાવે તેટલી વસૂલી લે છે. પ્રત્યક્ષ શિક્ષણ દરમ્યાન ટયૂસન ફી પણ લેવાય છે.
જોકે શાળાઓને ટયૂસન ફી અલગથી વસુલવાની મંજૂરી આપવમાં આવી નથી. જાગૃત વાલીઓ આ પ્રકારની ફી સામે વાંધો પણ ઉઠાવે છે. પરંતુ તેની ફરિયાદને કોઈ ધ્યાન લેતું નથી. અત્યાર સુધી ધોરણ 9 થી 12 ના જે વર્ગો માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.
Read About Weather here
તેમાં વિધાર્થીઓની હાજરી 10 ટકા પૂરતી સીમિત રહી છે. આની સામે સરકારે 50 ટકા સુધીની હાજરીને છૂટ આપેલી છે. આ સંજોગોમાં સરકારના આદેશ મુજબ શાળાએ નહીં આવનાર 90 ટકા જેટલા વિધાર્થીઓને ઓનલાઇન ભણાવવા ફરજિયાત છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here