ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પણ બંધ, ઓપરેશન અટકી પડ્યા

ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પણ બંધ, ઓપરેશન અટકી પડ્યા
ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પણ બંધ, ઓપરેશન અટકી પડ્યા

આજથી 10 હજાર સરકારી તબીબો હડતાલ પર: હજારો દર્દીઓ હેરાન

રાજકોટ સહિત રાજ્યભરની સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી-લાંબી કતારો; સુરત અને વડોદરામાં ઈમરજન્સી નિદાન સારવાર માટે ગોઠવાતી ખાસ વ્યવસ્થા

કેન્દ્રનાં ધોરણે વેતન અને ભરતી પ્રક્રિયા હાથ ધરવા સહિતની સંખ્યાબંધ માંગણીઓનાં ટેકામાં આજથી ગુજરાતનાં 10 હજાર સરકારી તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. પરિણામે રાજ્યભરમાં સરકારી આરોગ્ય વ્યવસ્થાતંત્ર ઠપ્પ થઇ ગયું છે અને હજારો દર્દીઓ ભારે હાડમારીમાં મુકાઇ ગયા છે. તબીબોએ ઓપીડી અને ઈમરજન્સી સેવાથી પણ અળગા રહેવાનું જાહેર કરતા ઓપીડી સહિતનાં તમામ મહત્વનાં વિભાગોની કામગીરી ખોરવાઈ ગઈ છે.

દર્દીઓને આજે સવારે નિદાન અને સારવારમાં ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો કેમકે તબીબો હડતાલ પર ઉતરી જતા દવા અને સારવાર કશું મળે તેવી સ્થિતિ ન હતી. પરિણામે રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ સહિતનાં તમામ શહેરો અને રાજ્યભરની સિવિલ હોસ્પિટલમાં સવારથી દર્દીઓની લાંબી- લાંબી કતારો જામી પડી હતી. સુરત અને વડોદરામાં ઈમરજન્સી આરોગ્ય સેવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પણ અન્યત્ર વૈકલ્પિક વ્યવસ્થાનાં અભાવે દર્દીઓ રઝળી રહ્યા છે. ખાસ કરીને અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓની હાલત દયાજનક બની જવા પામી છે.

ગુજરાતમાં પાંચ તબીબી એસોસિએશન દ્વારા અપાયેલા એલાન મુજબ સરકારી તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસો., જીએમઈઆરએસ, ફેકલ્ટી એસો, ગુજરાત ઇનસર્વિસ ડોક્ટર્સ એસો, ક્લાસ-2 મેડીકલ ઓફિસર્સ એસો અને ઈએસઆઈએસ ડોક્ટર્સ એસો દ્વારા હડતાલનું એલાન અપાયું છે. જેના પરિણામો ઓપીડી અને ઈમરજન્સી સેવાઓને ગંભીર અસર થઇ છે. ઓપીડીની સાથે-સાથે લેબોરેટરી, એક્સ-રે સહિતનાં વિભાગો પણ બંધ થઇ જતા આવનાર દર્દીઓ ગજબનાક હાડમારીમાં મુકાઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

તબીબી એસોસિએશનનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પડતર પ્રશ્ર્નો ન ઉકેલાતા તબીબોમાં રોષ ફેલાયો છે. માંગણીઓનો સ્વીકાર કરાયાની જાહેર કરાયા છતાં સરકારે અમલ કર્યો નથી. સરકાર નાણાંકીય બોજ ગણાવીને કેન્દ્રનાં પગાર પંચ મુજબ તબીબોને લાભ આપવામાં ગલ્લા-તલ્લા કરી રહી છે. કોરોના વોરીયર્સને પણ લાભ અપાયા નથી અને અન્યાય કરાયો છે.

તબીબોએ એવી માંગણી કરી છે કે, સાતમાં પગારપંચ મુજબ એનપીએ મંજુર કરવામાં આવે, પર્સનલ પે મંજુર કરવામાં આવે, પગારની મહતમ મર્યાદા રૂ.237500 કરવામાં આવે, એડહોક સેવાઓ સળંગ કરવામાં આવે, બાર વર્ષથી બઢતીઓ થઇ ન હોવાથી તાત્કાલિક બઢતી પ્રકિયા શરૂ કરવામાં આવે, ખાલી પડેલી 400 જગ્યાઓ ભરવામાં આવે, નોન પ્રેક્ટીસીંગ એલાઉન્સ આપવામાં આવે, રીટાયર્ડ તબીબી શિક્ષણને તાત્કાલિક પેન્શન શરૂ કરાય, કોન્ટ્રાકટ ભરતીઓ બંધ કરવામાં આવે અને ડોકટરોની કાયમી ભરતીઓ કરવામાં આવે.

Read About Weather here

આ તમામ પડતર પ્રશ્ર્નોનાં હલ માટે સરકાર પણ દબાણ લાવવા સરકારી તબીબોએ ફરીથી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. સરકારી તબીબોની હડતાલને કારણે ગરીબો અને મધ્યમ વર્ગનાં દર્દીઓને પીડાદાયક સ્થિતિમાં મુકાઇ જવાનો વારો આવ્યો છે.

ઓપીડીમાં દરરોજ સેંકડો દર્દીઓ દરેક હોસ્પિટલમાં ઉમટતા હોય છે. સિવિલમાં જો વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાય તો દર્દીઓને નાંછૂટકે ખાનગી તબીબો પાસે જવું પડશે અને મોંઘા ભાવની દવાઓ લેવી પડશે. હજારો દર્દીઓની યાતના દૂર કરવા માટે દરેક સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક નિદાન અને સારવારની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી બુલંદ અને પ્રચંડ લોકમાંગણી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here