રિઅલ રાજકોટ ડેવલોપર્સ એસોસિએશન દ્વારા ટી.પી.સ્કીમના વિવિધ પ્રશ્ર્ને આજે રાજકોટ મહાનગરપાલિકાના મેયર, મ્યુનિસિપલ કમિશનર અને ટાઉન પ્લાનિંગ ઓફિસરને લેખિત રજૂઆત કરાઈ છે. જેમાં કાલે તા.19 ના રોજ યોજાનાર જનરલ બોર્ડ બેઠકમાં મવડી ટી.પી. સ્કીમ નંબર – 34,35, અને 36 નો ઈરાદો જાહેર થવાનો છે એ રાજકોટ શહેરના વિકાસ બાબતે ખૂબ સારી બાબત છે અને એ તમામને ગ્રાહ્ય છે. પરંતુ, એ ટાઉન પ્લાનિંગ સ્કીમોનો ઈરાદો જાહેર થવાથી ડેલપમેન્ટના તમામ કામ અચાનક જ ઠપ્પ થઈ જનાર છે,
Visit Saurashtra Kranti Homepage here
જે બાબતે જણાવ્યું છે કે, હાલ એ વિસ્તારમાં ઘણા કામો ચાલુ છે, અને ઘણા નવા કામો પ્રારંભ થનાર છે તથા હાલમાં અરાજદારના વિધિવત શાખાની નિર્દિષ્ટ કરાયેલ પ્રક્રિયામાં રહેલા તમામ પ્લાનની પ્રોસિઝર પુરી કરી શકાય તેમજ દરેક અરાજદારના પોતપોતાની ગોઠવણ મુજબ રોટેશન ફરતા હોય છે, જે અટકી જાય એમ હોય તથા આ નિર્ણયને લીધે ઘણી-બધી અંગત સમસ્યાઓ ઉભી થાય એમ હોય તો પ્રજાના હિતમાં વિનંતી છે કે આ ઈરાદો જાહેર થાય એમાં અમોને કોઈ જ હરકત સરખું લાગતું નથી. પરંતુ, તેમાં વિકાસ માટેની પ્રક્રિયા બાબતે એક માસની જો મુદ્દત મળે તો લોકોને ઘણી રાહત મળશે આ તમામ વિનંતી કરેલ છે.
ઉપરાંત ટી.પી. વિભાગમાં સ્ટાફની અછત હોય, તેમાં કામગીરી કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. શાખાનો સ્ટાફ અને બીજી અન્ય કામગીરી કરવામાં જ વ્યસ્ત રહે છે. જેથી નિયત સમયમર્યાદામાં વિકાસ પરવાનગી અને અન્ય અગત્યના વિકાસ કામો થઇ શકતા નથી તેમજ ઘઉઙજ સિસ્ટમ અન્વયે બંને પક્ષે ઓનલાઇન અને ઓફલાઇન બંને કામગીરી કરવી પડે છે ઉપરાંત ઓનલાઇન સિસ્ટમમાં નિયમોનુસાર પ્લાન પાસ થઈને આવતા નથી. તેમજ ઓનલાઇન પાસ થયેલ પ્લાન બાબતે શાખાના ઓફિસરો દ્વારા ક્વેરી કાઢી ફાઈલ ના-મંજુર કરવામાં આવે છે. તો ઓનલાઇન સિસ્ટમથી પાસ થયેલ પ્લાનને ના-મંજુર કઈ રીતે કરી શકાય? તેવો પ્રશ્નાર્થ પણ કરેલ છે
Read About Weather here
જે બાબતે તંત્ર હજુય અવઢવમાં હોય તો પછી ઓનલાઇન સિસ્ટમ નિયમો સાથે સુસંગત નથી એ સ્પષ્ટ શાબિત થાય છે તદુપરાંત સરકારમાં અગાઉ આ બાબતે ઘણીબધી રજુઆતો આ બાબતે કરેલ છે તથા માત્ર રાજકોટ જ નહીં અમદાવદ, સુરત, વડોદરા, ભાવનગર જેવી તમામ ઓથોરિટીમાં પ્રોબ્લેમ છે તથા ત્યાંથી સ્થાનિક લેવલે અને રાજ્ય સરકારમાં પણ તેઓએ રજુઆતો કરેલ છે. જેથી ઘઉઙજ સિસ્ટમ બંધ કરવી જોઈએ જે તમામ બાબતે ગ્રાહ્ય રાખવા વિનંતીપૂર્વક રજુઆત આર.આર. ડી.એ. દ્વારા કરવામાં આવેલ છે. આ રજુઆતમાં એન્જીનીયરઓ પ્રદીપભાઈ ત્રિવેદી, અતુલભાઈ જાની, પ્રવીણભાઈ ઘોડાસરા, જેન્તીભાઈ ગોધાત, ચિરાગ સવાણી, મીતેશભાઇ લખલાણી, પાર્થ સોજીત્રા, ચિરાગ કારેલીયા, શૈલેશભાઈ જાવિયા, નીરવભાઈ વરુ, અમિતભાઈ પરમાર, અને એડવોકેટ વિરલ ભટ્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here