એસ.જી.ચોક નજીક બનેલી ઘટના: હુમલાવાર ઓડી કારમાં નાસી ગયા  

જુનિયર ક્લાર્ક પરીક્ષાના પ્રશ્નપત્રો- OMRનો નાશ કરાશે…!
જુનિયર ક્લાર્ક પરીક્ષાના પ્રશ્નપત્રો- OMRનો નાશ કરાશે…!
શહેરના યુનિવર્સિટી રોડ પર એ.જી.ચોક નજીક નાસ્તો કરી રહેલા ચાર શખ્સ ગાળો બોલતા બોલતા ખાનગી કંપનીના કર્મચારીની ધોલાઇ કરી બસની ચાવી કાઢી લીધી હતી, જોકે બાદમાં ચારેય શખ્સ ઓડી કારમાં નાસી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા કેટલાક કર્મચારીઓ રવિવારે સવારે 7:30 વાગ્યે કંપનીની બસ ઊભી રાખી એ.જી.ચોકમાં આવેલા હરિકૃષ્ણ નાસ્તા સેન્ટ૨માં નાસ્તો કરતા હતા ત્યારે બાજુમાં ચાર શખ્સ પણ નાસ્તો કરી રહ્યા હતા અને એ ચારેય ગાળો બોલી રહ્યા હતા, ગાળો બોલી રહેલા શખ્સો તરફ ખાનગી કંપનીના કર્મચારી હરસુખભાઇએ નજર કરતા તે ચારેય ઉશ્કેરાયા હતા અને હરસુખભાઇ ૫૨ હુમલો કરી તેમને ઢોરમાર માર્યો હતો  અને હુમલાખોરોએ પોતાની ઓડી કાર કંપનીની બસ આડે ઊભી રાખી બસમાં ચડી જઇ બસની ચાવી કાઢી લીધી હતી અને બસના ડ્રાઇવર મનસુખભાઇને પણ ફડાકા ઝીંકી દીધા હતા.

Read About Weather here

દરમિયાન કંપનીની બીજી બસના ચાલક ચંદ્રસિંહ પોપટસિંહ જાડેજા બીજી બસ લઇને ત્યાં પહોંચ્યા હતા અને તેમણે ફોન કરતાં પોલીસની ટુકડી દોડી આવી હતી, જોકે પોલીસ પહોંચે તે પહેલા ચારેય શખ્સ ઓડી કારમાં નાસી ગયા હતા, બનાવ અંગે ચંદ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ચારેય શખ્સની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here