એસટીના હજારો કર્મચારીઓનું આંદોલન

એસટીના હજારો કર્મચારીઓનું આંદોલન
એસટીના હજારો કર્મચારીઓનું આંદોલન
પડતર મુદા ડ્રાયવર અને કંડકટરના ગ્રેડ-પેના સુધારાની તા. ર૧૦-૧૦-ર૦ર૧ ના રોજ સમાધાન થયેલ હોવા છતાં આજદિન સુધી તેની અમલવારી થયેલ નથી, તો તેની અમલવારી કરી કર્મચારીઓને જુન-ર૦રર પેઇડન ઇન જૂલાઇ -ર૦રર ના પગારમાં એરિયર્સ સહિત ચુકવી આપવા અમારી માંગણી છે. ગુજરાત સ્‍ટેટ ટ્રાન્‍સપોર્ટ વર્કર્સ ફેડરેશન, ગુજરાત રાજય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મઝદૂર મહાસંઘની બનેલી સંકલન સમિતિએ એસટીના હજારો કર્મચારીઓના મહત્‍વના એક ડઝન પ્રશ્નો અંગે એસટી બોર્ડ અને મેનેજમેન્‍ટે કોઇ ઉકેલ નહી લાવતા ગઇકાલ સાંજથી આંદોલનની જાહેરાત કરી છે, ૯ મીથી આંદોલન શરૂ કરાશે અને ૧૭ મીના મધરાત્રે ૧ર વાગ્‍યાથી એટલે કે તા. ૧૮ ના શનિવારના રોજથી એસટીના તમામ કર્મચારીઓ બેમુદતી હડતાલ માસ સીએલ ઉપર ઉતરી જશે.

Visit Saurashtra Kranti Homepage here

સરકારશ્રીમાં ચુકવાયેલ જૂલાઇ-ર૦ર૧ થી ૧૧ ટકા તેમજ ૩ ટકા એમ કુલ ૧૪ ટકા મોંઘવારીની અસર આપેલ નથી, તે નિગમના કર્મચારીઓને અસર આપી એરિયર્સ સાથે જુન-ર૦રર પેઇડ ઇન જૂલાઇ-ર૦રર ના પગારમાં ચુકવી આપવા અમારી માંગણી છે.સને ર૦ર૧-ર૦રર ની હકક રજાનું રોકડમાં ત્‍વરીત ચુકવણું કરવા અમારી માંગણી છે.વર્કશોપ સાઇડના મીકેનીક કક્ષાના કર્મચારીઓના અગાઉ મળતા ગ્રેડ-પે માં તેમને સમકક્ષ કેટેગરીના ગ્રેડ-પે સુધારવા નિર્ણય લેવાયેલ છે, ત્‍યારે વર્કશોપ સાઇડના મીકેનીક કક્ષાના કર્મચારીઓના ગ્રેડ-પે માં ત્‍વરીત સુધારો કરી જૂન પેઇડ ઇન-જૂલાઇ ર૦રર ના પગારમાં એરિયર્સ સહિત ચુકવણું કરવામાં આવે.

મધ્‍યસ્‍થ મંત્રાલય, નરોડા ખાતે નિગમની તમામ બસોનું બોડી-બિલ્‍ડીંગ કામ થાય છે, ત્‍યાં મીકેનીક કર્મચારીઓની મોટી ઘટ હોય, આઉટશોશીંગની પ્રથા સંપૂર્ણ નાબુદ કરી સ્‍કીલ્‍ડ સ્‍ટાફની ભરતી કરવા માંગણી છે.એસ. ટી. નિગમના ફિકસ પગારના કર્મચારીઓને રાજય સરકારશ્રીના ધારાધોરણ મુજબ સુધારેલ પગાર ધોરણ રૂા. ૧૯૯પ૦ નો લાભ મળેલ નથી, તો સરકારશ્રીના સુધારેલ પગાર ધોરણનો લાભ નિગમના ફિ. પ.ના કર્મચારીઓને જે તે તારીખથી ગણી જૂન-ર૦રર પેઇડ ઇન જૂલાઇ ર૦રર ના પગારમાં એરિયર્સ સાથે આપવા અમારી માંગણી છે.ડ્રાઇયર-કમ-કંડકટર કે જે ડ્રાઇવર તથા કંડકટરની બંને ફરજો એક સાથે બજાવે છે, અને તેમને બબ્‍બે ફરજો બજાવવા છતાં ગ્રેડ – પે માં અન્‍યાય થઇ રહેલ છે તો તેમના ગ્રેડ-પે માં સુધારો કરવો.

Read About Weather here

પાર્ટટાઇમ, રોજમદાર, બદલી કામદાર વર્ગ-૪ ના કર્મચારીઓને મળવાપાત્ર સને ર૦ર૦-ર૧ ના વર્ષના એકસગ્રેસીયા બોનસનો લાભ ચુકવેલ નથી, તો તે એકસગ્રેસીયા બોનસ તાત્‍કાલીક ચુકવી આપવા.રાજય સરકારશ્રી દ્વારા આરોગ્‍ય અને અન્‍ય બોર્ડ-નિગમોમાં પા. ટા. કર્મચારીઓને કાયમી કરેલ છે. ત્‍યારે એસ. ટી. નિગમમાં ફરજ બજાવતા પાર્ટટાઇમ કર્મચારીઓને કાયમી કરવા અમારી માંગણી છે.બદલી અંગેનો પરિપત્ર-ર૦૭૭ રદ કરવો. તેમજ અગાઉની પ્રથા મુજબ ડી. એ. એન્‍ડ અપીલ પ્રોસીજર મુજબ જ કાર્યવાહી કરવી. તા. ૧૩ અને તા. ૧૪ જૂન રિશેષ દરમ્‍યાન કર્મચારીઓ તમામ વર્કશોપ – ડેપો બસ સ્‍ટેશન-ડીવીઝન કચેરી ખાતે સુત્રોચ્‍ચાર કરશે, તેમજ તા. ૧પ ના રોજ તમામ કર્મચારીઓ પોતાના લોહીથી રાજયના મુખ્‍યમંત્રીને પોસ્‍ટકાર્ડ લખી. વ્‍યથા જણાવશે, અને નિવેડો નહી આવે તો ૧૭ મીના મધરાતથી ૭ હજાર બસોના પૈડા થંભાવી દઇ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જશે.આંદોલનના કાર્યક્રમ મુજબ તા. ૯ અને ૧૦ જૂન એસટી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે, તા. ૧૧-૧ર બે દિવસ કર્મચારીઓ નિયમ યુનિફોર્મ નહી પહેરે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here