એલન મસ્કને ખુલ્લી ધમકી…!

એલન મસ્કને ખુલ્લી ધમકી...!
એલન મસ્કને ખુલ્લી ધમકી...!
સ્વેનીએ મસ્કના જેટનું લોકેશન વિશ્વનો કોઈ પણ વ્યક્તિ જોઈ શકે તે માટે @ElonJet નામની એક ટ્વિટર બોટ બનાવી છે.મસ્કને તેના ખાનગી જેટને ટ્રેક કરતી ટ્વિટર બોટ હોવાની માહિતી મળતા જ તેણે ફ્લોરિડા યુનિવર્સિટીના સ્ટુડન્ટ જેક સ્વેનીનો સંપર્ક કર્યો હતો. વિશ્વના ધનિક વ્યક્તિ અને ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના CEO એલન મસ્કને અમેરિકાના એક 19 વર્ષીય યુવકે પડકાર ફેંક્યો છે. કોલેજમાં ભણતા જેક સ્વેનીએ મસ્કનું ખાનગી જેટ કઈ જગ્યાએ જઈ રહ્યું છે, તેની માહિતી જાહેર થતી બંધ કરવા માટે તેમની પાસેથી 50,000 ડોલર માંગ્યા છે. જોકે માહિતી જાહેર થતી અટકાવવા માટે મસ્કે સ્વેનીને 5,000 ડોલર આપવાની ઓફર કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જોકે સ્વેનીએ આ ઓફરને ઠુકરાવીને તેમને 50,000 ડોલર આપવા કહ્યું છે. મસ્કે જેટને ટ્રેક કરતી આ બોટને બંધ કરવાના ભાગરૂપે સ્વેનીને 5,000 યુએસ ડોલર આપવા કહ્યું હતું. જોકે સ્વેનીએ મસ્કની આ ઓફરને ઠુકરાવી હતી. તેણે કહ્યું હતું કે તેને 5,000 ડોલર નહિ પરંતુ 50,000 ડોલર આ માટે જોઈએ છે. સ્વેનીએ આ રકમના વપરાશ અંગે કહ્યું કે તે તેની મદદથી ટેસ્લા મોડલ 3ને ખરીદવા માંગે છે. આ આર્થિક મદદ તેને કોલેજની ફી ભરવામાં પણ ઉપયોગી બનશે.ડિસમ્બરમાં મસ્કે સ્વેની સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે તેના ખાનગી જેટનું લાઈવ લોકેશન શેર થતું હોવાના કારણે તેની સુરક્ષા માટે ખતરો છે.

મસ્કે વધુમાં સ્વેનીના આ આઈડિયા અંગે કહ્યું હતું કે મને આવા ગાડા દ્વારા શુટ થવાનું બિલકુલ પસંદ નથી. જોકે નવી ડિલને કદાચ મસ્ક ગ્રાહ્ય રાખશે તેવી આશા સાથે હાલ સ્વેની તેની અને મસ્ક વચ્ચે થયેલી વાતચીતને મીડિયા સમક્ષ મૂકી રહ્યો છે.ફલોરીડા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો સ્વેની છેલ્લી ઘણા વર્ષથી મસ્કનો ફેન છે. આ કારણે જ તેણે આવી ટ્વિટર બોટ શરૂ કરી હતી. સ્વેનીની નજીકના કેટલાક વ્યક્તિઓનું માનવું છે કે તેણે એક સમયે મસ્કને ટેસ્લામાં ઈન્ટર્નશીપ કરવા દેવાની શરતે પણ આ બોટને ડિલિટ કરી દેવાની વાત કહી હતી. જોકે તાજેતરમાં મીડિયા સાથે થયેલી વાતચીતમાં સ્વેનીએ કહ્યું હતું કે તે હાલ @ElonJet નામની ટ્વિટર બોટને ડિલિટ કરશે નહિ.

Read About Weather here

સોશિયલ મીડિયા પર જાન્યુઆરી 23 પછી મસ્કે સ્વેનીને બ્લોક કરી દીધો છે. એલન મસ્કની ઓફરને જેક સ્વેનીએ ઠુકરાવી દીધા પછીથી આ અંગેના સામાચારો મીડિયામાં વહેતા થયા હતા. તે પછીથી સ્ટારટોસ, જેટ ચાર્ટડ ઈન્કે જેક સ્વીનીને જોબ ઓફર કરી છે. આ અંગે સ્ટારટોસના પ્રેસિડેન્ટ અને CEO જોલ થોમસે જણાવ્યું હતું કે સ્વેનીની ક્રિએટીવિટી જોતા અમે તેને અમારી ડેવલોપમેન્ટ ટીમમાં જોબની ઓફર કરી છે.તે પછીથી બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.જેક સ્વેની નામના કોલેજમાં ભણતા આ સ્ટુડન્ટે એલન મસ્ક સિવાય બિલ ગેટ્સ, જેફ બેઝોસ, અબજોપતિ ઉદ્યોગ સાહસિક માર્ક ક્યુબેન અને રેપર ડાર્કને ટ્રેક કરતી આવી ટ્વિટર બોટ બનાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here