સરખેજ પોલીસે એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા અને ડ્રગ્સનું છૂટક વેચાણ કરતા આરોપી મુખત્યારહુસેન મુસ્તાકહુસેન ઘોરીની નાર્કોટિક્સ એકટ મુજબ ધરપકડ કરી હતી. સરખેજ અંબર ટાવર પાસે રાજા સાઉન્ડ નામની દુકાન સામેથી પોલીસે ત્રણ લાખના એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી પાસેથી રૂ.3,11,400ની મત્તાનું ડ્રગ્સ પકડાયુ હતું.
Visit Saurashtra Kranti Homepage here
સરખેજ પોલીસને બાતમી મળી હતી કે, રાજા સાઉન્ડ નામની દુકાન પાસે નંબર પ્લેટ વગરની મોપેડ પર બેસી આરોપી મુખત્યારહુસેન ડ્રગ્સનું છૂટકમાં વેચાણ કરી રહ્યો છે. બાતમી આધારે પોલીસે ડીસીપી ઝોન 7ને જાણ કરી રેડની તૈયારીઓ કરી હતી.જે મુજબ પોલીસ ટીમે સ્થળ પર પહોંચી આરોપીની તપાસ કરતા તેની પાસેથી 31.140 ગ્રામ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સનો રૂ. 3,11,400ની કિંમતનો જથ્થો ઝડપાયો હતો.
Read About Weather here
પોલીસે આરોપી પાસેથી એમડી ડ્રગ્સ ઉપરાંત રૂ.5000નો ફોન, રૂ.15,700ની રોકડ અને રૂ.60 હજારનું મોપેડ મળીને કુલ રૂ.3,92,700નો મુદ્દામાલ જમા લીધો હતો. કોરોના ગાઈડલાઈન અનુસંધાને આરોપી મુખત્યારનો કોવિડ ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા સરખેજ પોલીસે કરી હતી.ગીતામંદિર ચાર રસ્તા પાસે રીક્ષા સ્ટેન્ડ પાસે ઉભા રહેતા વ્યક્તિ પાસેથી જથ્થો લાવ્યાની કબૂલાત આરોપીએ પોલીસને આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here