એજન્ટોએ ઘરમાં ઘૂસી ફાયરિંગ કર્યું…!

એજન્ટોએ ઘરમાં ઘૂસી ફાયરિંગ કર્યું…!
એજન્ટોએ ઘરમાં ઘૂસી ફાયરિંગ કર્યું…!
ત્રણ શખ્સો પૈકી એકને સ્થાનિકોએ ઝડપીને પોલીસના હવાલે કર્યો છે. નોંધનીય છેકે, થોડા દિવસ પહેલા જ ડિંગુચાના પટેલ પરિવારને પણ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવાની ઘટના સામે આવી હતી. કલોલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. વિદેશ મોકલતા એજન્ટના ત્રણ માણસો દ્વારા કલોલના મારુતિ બંગલોમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.જેમાં -35 ડિગ્રીમાં થીજી જતાં પટેલ પરિવારનું મોત નીપજ્યું હતું અને અહીથી એજન્ટો ગેરકાયદે અમેરિકા લોકોને મોકલતા હોવાની સમગ્ર ઘટના સામે આવી હતી.કલોલના મારુતિ બંગલોમાં રહેતા વિષ્ણુભાઈ માણેકભાઈ પટેલના પરિવારનાન 2 સભ્યોનુ અમેરીકા જવાનુ કામ બ્રહ્મભટ્ટ દેવલ ( એજન્ટ )ને આપવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં પટેલ પરિવારના 2 સભ્યોને બ્રહ્મભટ્ટ દેવલ કલોલથી દિલ્હી અને દિલ્હીથી અમેરીકા લઈ જવાનુ કહી ગઈકાલે એટલે તારીખ 4/02/2022ના રોજ કલોલથી દિલ્હી ગયો હતો. દિલ્હી લઈ ગયા પછી એજન્ટ દ્વારા એવુ કહેવામાં આવ્યું કે, પહેલા પૈસા બતાવવા પડશે. તો પટેલ પરિવારે પૈસા જોવા કલોલ સ્થિત ઘરે આવવા જણાવ્યું હતું.દિલ્હીથી એજન્ટે પોતાના ત્રણ માણસોને કલોલ સ્થિત વિષ્ણુભાઈના ઘરે ( મારુતિ બંગલો ) મોકલ્યા હતા જેમાં એક રુત્વિક પારેખ ( રહે. અમદાવાદ ) અને બીજા 2 ઈસમોની ઓળખ થઈ નથી ટોટલ 3 માણસો પટેલ પરીવારના ઘરે ગયા હતા. ઘરમાં પટેલ વિષ્ણુભાઈ માણેકભાઈ, વિષ્ણુભાઈના પત્ની તેમનો દીકરો અને દીકરી હાજર હતા.

ઘરમા પ્રવેશ કયાઁ પછી પૈસા બતાવવાની વાત થઈ તો વિષ્ણુભાઈએ ત્રણેયને પૈસા બતાવી પાછા મૂકી દીધા હતા.પૈસા પાછા મૂકી દેતા અચાનક ત્રણમાંથી એક શખ્સે લૂંટના ઇરાદે બંદૂક કાઢી જમીન પર ફાયરિંગ કર્યું હતું. જમીન ઉપર ફાયરિંગ કરેલી ગોળી જમીનને ટકરાઈને સામે સોફામાં વાગી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ત્યારે અવાજ થતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને તેમને ત્રણ પૈકી એકને ઝડપી લીધો હતો. જોકે, બે શખ્સો ભગવામાં સફળ રહ્યા હતા. પકડાઈ ગયો તેનુ નામ પરેખ રુત્વિક જેને પોલીસે કસ્ટડીમાં લઈ આગળ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વિષ્ણુભાઇના ભત્રીજા વિશાલ અને તેની પત્ની રૂપાલીને અમેરિકા મોકલવા માટે 1 કરોડ 10 લાખ નક્કી થયા હતા. જેનાં પગલે ગઈકાલે દંપતી અમદાવાદથી દિલ્હી થઈ અમેરિકા જવા રવાના થયું હતું. એટલે નક્કી થયા મુજબ એજન્ટ 10 લાખ લેવા માટે ત્રણ ઈસમો સાથે વિષ્ણુ ભાઇના ઘરે પહોંચ્યો હતો. જોકે વિષ્ણુ ભાઈએ 10 લાખ ભરેલી બેગ બતાવીને કહેલું કે આપણે અમેરિકા પહોંચ્યા પછી પૈસા ચૂકવવાની વાત થઇ હતી. જેનાં કારણે મામલો બિચક્યો હતો.ઋત્વિક નામના એજન્ટ સાથે આવેલ રૈયાન નામના ઈસમે કમરમાંથી રિવોલ્વર કાઢીને વિષ્ણુભાઈ સામે તાકી દીધી હતી.

Read About Weather here

હજી વિષ્ણુભાઈ કઈ સમજે એ પહેલાં જ રૈયાને ફાયરીંગ કર્યું કર્યું હતું. જોકે, સદનસીબે વિષ્ણુભાઈ ખસી જતાં ગોળી તેમના પગ નજીકથી પસાર થઈ સોફામાં ખૂંપી ગઈ હતી. જ્યારે ઋત્વિકને લોકોએ પકડી લીધો હતો. અને પોલીસને સોંપ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર અમેરિકા ઘુસાડવાનાં રેકેટ અંગે તપાસમાં લાગી ગઈ છે. બાદમાં વિષ્ણુભાઈએ બૂમાબૂમ કરતા પાડોશીઓ આવી ગયા હતા. એટલામાં રૈયાન તેના ત્રણ માણસો સાથે ટુ વ્હીલર પર ભાગી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here