પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો, છોકરીનું કન્ફ્યુઝન એટલુ વધી ગયું કે, રીતસરની પંચાયત બેસાડવી પડી. યુપીના આંબેડકરનગરમાંથી એક સનસનીખેજ મામાલો સામે આવ્યો છે. અહીં એક છોકરી લગ્ન કરવા માટે ચાર યુવકો સાથે પોતાના ઘરેથી ભાગી હતી. પણ બાદમાં તે કંફ્યૂઝનમાં આવી ગઈ કે, આ છોકરાઓમાંથી કોને પતિ તરીકે પસંદ કરવો. જો કે, બાદમાં અનોખી રીતે છોકરીએ પોતાના વરની પસંદગી કરી હતી અને આ કિસ્સો બાદમાં ચર્ચામાં આવ્યો હતો.
જયાં ચિઠ્ઠી નાખીને નિર્ણય કરવામાં આવ્યો હતો. પાંચ દિવસ પહેલા છોકરીએ આ ચાર યુવકો સાથે ઘરેથી ભાગી ગઈ હતી. છોકરાઓએ બે દિવસ સુધી પોતાના સંબંધીઓને ત્યાં આ છોકરીએ સંતાડીને રાખી, પણ તેમ છતાં તેઓ પકડાઈ ગયાં.છોકરીના પરિવારવાળા આ યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાની તૈયારીમાં લાગ્યા હતા, જો કે ત્યાં સુધીમાં આ કેસ પંચાયતમાં પહોંચી ગયો હતો. પંચાયતે લગ્ન કરવાનો પ્રસ્તાવ રાખ્યો.
Visit Saurashtra Kranti Homepage here
જયારે છોકરીને પૂછવામા આવ્યું તો તે નક્કી ન કરી શકી કે આખરે કોણ તેને પતિ બનવાને લાયક છે. ત્યાર બાદ ચારેય યુવકોના નામની ચિઠ્ઠી નાખવામાં આવી અને જે નામ નિકળે તેના પર મહોર લગાવાની હતી. પંચાયતે આ દરમિયાન ચારેય યુવકોના નામ લખીને કટોરીમાં મુક્યા. અહીં એક નાના બાળક દ્વારા ચિઠ્ઠી ઉઠાવવામાં આવી, નામ નિકળતા જ યુવકો વચ્ચે સમાધાન થયું અને જેનું નામ નિકળ્યુ તેની સાથે યુવતીના લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું.
Read About Weather here
મામલો ત્યારે વધારે ફસાઈ ગયો જયારે છોકરીને ભગાડી જનારા ચારેય યુવકોમાંથી કોઈ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થતું નહોતું. મામલો વધારે ફસાઈ જતાં ત્રણ દિવસ સુધી બંધ બારણે ચર્ચા ચાલી, દ્યણુ વિચાર્યા પછી આખરે પંચાયતે નક્કી કર્યું કે, હવે છોકરી કોને સાથે લગ્ન કરશે, તેનો નિર્ણય ચિઠ્ઠી ઉઠાવીને કરવામા આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here