પૂજા હેગડેએ અભિનયની દુનિયામાં પોતાની મહેનતથી નામના મેળવી છે. મુંબઇમાં જન્મેલી પૂજા એક દસકાથી અભિનયની દુનિયામાં સક્રિય છે. તમિલ ફિલ્મથી તેણે કરેલી શરૂઆત તેને સતત સફળતા તરફ દોરી ગઇ છે. બોલીવૂડમાં પણ તેણે નામના મેળવી લીધી છે. ૨૦૧૦થી અત્યાર સુધીમાં પૂજાએ વીસથી વધુ ફિલ્મો કરી છે. જેમાં અનેક સુપરહિટ નિવડી છે. બોલીવૂડમાં તેની પહેલી ફિલ્મ ૨૦૧૬માં આવેલી મોહેનજો દડો હતી.
Visit Saurashtra Kranti Homepage here
એ પછી તેણે હાઉસફુલ-૪માં કામ કર્યુ હતું. છેલ્લે તે રાધેશ્યામમાં જોવા મળી હતી આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ-તેલુગુમાં આવી હતી. હવે પછી તે બે હિન્દી ફિલ્મો સરકસ અને કભી ઇદ કભી દિવાલીમાં જોવા મળવાની છે. તેલુગુ ફિલ્મ જન ગન મન પણ તે કરી રહી છે. પૂજા કહે છે મેં અહિ સતત ઉતાર ચઢાવ જોયા છે.
Read About Weather here
જ્યારે મેં સતત છ હિટ ફિલ્મો આપી હતી. પણ એ પહેલાનો સમય એવો હતો જે મારી કારકિર્દીનો સોૈથી ખરાબ સમય હતો. એક સમયે તો મને કામ પણ નહોતું મળી રહ્યું. પણ હવે હું અત્યંત ખુશ છું અને કામમાં વ્યસ્ત છું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here