એક જ પરિવારના 5 લોકોનાં મોત

એક જ પરિવારના 5 લોકોનાં મોત
એક જ પરિવારના 5 લોકોનાં મોત
પત્ની અને 3 દીકરીને ધારદાર હથિયારથી મોતને ઘાટ ઉતારવામાં આવી અને પતિનો મૃતદેહ બાથરૂમમાં ફાંસીના ફંદા પર લટકેલો મળ્યો. પ્રયાગરાજમાં શનિવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના 5 લોકોની હત્યા કરી દેવામાં આવી છે. આ ક્રૂર ઘટના ઉત્તરપ્રદેશના ખાગલપુર ગામની છે.પતિના શરીર પર હથિયારથી ઈજા પહોંચી હોય એવાં કોઈ નિશાન નથી, પરંતુ હાથ અને કપડાં પર લોહીના છાંટા મળ્યા છે.મૃતકોની ઓળખ પતિ રાહુલ તિવારી, પત્ની પ્રીતિ અને ત્રણ પુત્રી માહી, પીહૂ અને પોહૂ સ્વરૂપે થઈ છે. પોલીસને સંભાવના છે કે પતિએ પહેલા પત્ની અને 3 દીકરીની હત્યા કરી અને પછી પોતે ફાંસીએ લટકી ગયો.
હત્યાના સમાચાર મળતાં રાહુલનાં સગાં-સંબંધીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.
ઘટના બાદ ઘરની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મૃતક રાહુલની બહેનનો આરોપ છે કે તેના સાસરે થોડો વિખવાદ ચાલી રહ્યો હતો. તેમણે જ કોઈ ષડયંત્ર કર્યું હોઈ શકે છે.SSP અજય કુમારે કહ્યું હતું કે રાહુલ હત્યા કરી પોતે ફાંસી પર ચઢી ગયો કે કોઈ અન્યએ પાંચેયની હત્યા કરી છે. આ દરેક એન્ગલ પર પોલીસ તપાસ કરી રહી છે. કુલ 7 ટીમ તપાસ માટે બનાવવામાં આવી છે. પોલીસ પ્રમાણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે.ઘટનાસ્થળ પર પહોંચતાં જેણે ક્રાઈમ સીન જોયો તેના મનમાં એક પછી એક ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે. રાહુલ તિવારીનો મૃતદેહ ફાંસીના ફંદા પર લટકી રહ્યો હતો, જ્યારે પત્ની અને બાળકોના મૃતદેહ બેડ પર હતા.

Read About Weather here

હત્યા દરમિયાન લોહીના છાંટા રૂમની દીવાલો પર ફેલાયા હતા.મોતના વિરોધને લઈને કરવામાં આવેલા સંઘર્ષને કારણે બેડ પર પડેલી ચારેય લાશોનાં કપડાં અસ્તવ્યસ્ત થઈ ગયાં છે. આટલું જ નહીં, મહિલાના પગમાં અને તકિયામાં લોહી મળ્યું છે. પાંચ લોકોની હત્યાની જાણકારી મળવા પર CM યોગી આદિત્યનાથે નોંધ લીધી છે. CMએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને નિષ્પક્ષ તપાસના આદેશ આપ્યા છે અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એવા નિર્દેશો આપ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે બાથરૂમમાં ફંદા પર લટકી રહેલા રાહુલના શરીર પર ઈજા તો નથી, પણ કપડાં અને હાથમાં લોહી જોઈ શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here