એક ગ્રાહકે રેસ્ટોરન્ટમાં એટલી મોટી ટિપ આપી કે મહિલા વેઇટર ભાવુક થઈ ગઈ

એક ગ્રાહકે રેસ્ટોરન્ટમાં એટલી મોટી ટિપ આપી કે મહિલા વેઇટર ભાવુક થઈ ગઈ
એક ગ્રાહકે રેસ્ટોરન્ટમાં એટલી મોટી ટિપ આપી કે મહિલા વેઇટર ભાવુક થઈ ગઈ
વેઈટર અથવા હોટેલ સ્ટાફને ટીપ આપતા પહેલા, આપણે સારી સર્વિસની અપેક્ષા રાખીએ છીએ અને જો સર્વિસ અપેક્ષા કરતા વધુ સારી હોય, તો ટીપની રકમ વધી શકે છે. જ્યારે પણ આપણે ખાવા-પીવા માટે હોટલમાં જઈએ છીએ ત્યારે વેઈટરની સારી સર્વિસ માટે તેને ટિપ આપવાનું ભૂલતા નથી. આવું જ કંઈક આ વાઈરલ વીડિયોમાં જોવા મળ્યું હતું, જેમાં એક વ્યક્તિએ વેઈટરના ચહેરા સ્મિત લાવી દીધું. આ કહાની જાણીને તમે પણ ભાવુક થઈ જશો. વેઈટ્રેસની સર્વિસની પ્રશંસા કરતા, તે વ્યક્તિએ મોટી રકમની ટિપ આપી.

Visit Saurashtra Kranti Homepage here

https://www.instagram.com/reel/Cdja7mzFJ9q/?utm_source=ig_embed&ig_rid=3bb8564e-711d-4391-9f59-3dda4568274d

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો, જેમાં એક વ્યક્તિએ વેઈટ્રેસને મોટી રકમ ટીપમાં આપી. હવે તેની પ્રતિક્રિયા ઈન્ટરનેટ પર દિલ જીતી રહી છે. વીડિયોમાં એક વ્યક્તિ રેસ્ટોરાંમાં ઊભો હોય છે અને તેને એવું કહેતા સાંભળી શકાય છે કે, ‘અમારા બધાની તરફથી વેઈટ્રેસને લગભગ એક હજાર બગ્સ (77,500 રૂપિયાથી વધારે)ની ટીપ.’ વેઈટ્રેસ પોતાના ચહેરા પર હાથ રાખીને પ્રતિક્રિયા આપે છે કેમ કે તે પોતાના આસુને રોકવાનો પ્રયાસ કરે છે.

Read About Weather here

તેને એવું કહેતા સાંભળી શકાય છે, ‘તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમે લોકો જાણતા નથી કે આ મારા માટે કેટલું મહત્ત્વનું છે. હું સિંગલ મોમ છું.’ આ પછી મહિલાએ પુરુષ સાથે હાથ મિલાવ્યો અને તેને ગળે લગાડ્યો. થોડા કલાકો પહેલા, આ વિડિયો ગુડન્યૂઝ_મૂવમેન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો જેમાં કેપ્શન લખ્યું હતું, ‘આ વેઈટ્રેસ એક એક્સ્ટ્રા ટીપથી આશ્ચર્યચકિત છે. પોસ્ટ કર્યા બાદથી, વિડિયોને 1 કરોડથી વધુ વ્યૂઝ અને 1 કરોડથી વધુ લાઇક્સ અને ઘણી કમેન્ટ મળી છે.કેટલીકવાર કેટલાક લોકો અમેજીંગ હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here