માત્ર ગુજરાત નહીં બલ્કે વિશ્વનું સૌથી સમૃધ્ધ ગામ કચ્છનું માધાપર
92 હજાર લોકોની વસ્તી, 7600 મકાનો એવા આ નાનકડા ગામમાં 17 તો મોટી બેંકોની શાખાઓ છે. જેમાં રૂ.5000 કરોડની જંગી થાપણો સચવાયેલી પડી છે. એટલે માથાદીઠ રૂ.૧૫ લાખની ડીપોઝીટ થઇ વાંચીને નવાઈ લાગી હશે, પણ આ કોઈ ટાઢા પોરનું ગપ્પું નથી પણ હકીકત છે.
આ ગામડું ગુજરાત કે ભારત માત્ર નહીં બલ્કે વિશ્વનું સૌથી વધુ સમૃધ્ધ ગામડું છે. કચ્છ જીલ્લાનું ભૂજની સરહદ પર આવેલું આ ગામ માધાપર એક એવું ગામ છે જેના એક-એક ઘરનાં લોકો વિદેશમાં વસે છે પણ કમાયેલા નાણા એમના વતનમાં મોકલવાનું ચુકતા નથી.
Visit Saurashtra Kranti Homepage here
જેના કારણે અહીં ટોચની તમામ રાષ્ટ્રીય અને ખાનગી બેંકોની શાખાઓ ઉભી કરવામાં આવી છે. માત્ર ખેતી આધારિત આ ગામ તેના વિદેશવાસી સંતાનોનાં કારણે સમૃધ્ધિનાં શિખર ઉપર બેઠું છે.
માધાપરનાં દરેક ઘરનાં એકથી વધુ સભ્યો અથવા આખે આખા પરિવારો અમેરિકા, બ્રિટન, આફ્રિકા અને આખતનાં દેશોમાં વસવાટ કરે છે. કચ્છીઓનો વતન પ્રેમ ખૂબ જ જાણીતો છે. એટલે માધાપરના વિદેશવાસી કચ્છીઓ વતનને બિલકુલ ભૂલતા નથી અને અઢળક નાણાનો વરસાદ માધાપર પર થતો હોય છે.
અત્યારે માધાપરમાં કચ્છી એન.આર.આઈ ને કારણે આધુનિક શાળાઓ અને કોલેજો ચાલી રહ્યા છે. આરોગ્ય કેન્દ્રો છે. મંદિરો છે, ગામ આખું હરિયાળું છે અને સુંદર સરોવરો છે, મોટો ડેમ પણ બાંધવામાં આવ્યો છે,
Read About Weather here
માધાપર ગામની મુલાકાત લોકો એક પણ રસ્તો એવો નહીં દેખાયા જ્યાં ખાડાખુબળા હોય ગામ આખામાં સ્વચ્છતાનું ધોરણ પણ ખૂબ જ ઊંચું રહે છે. આ ગામને જોઇને લોકો અને પ્રવાસીઓ કચ્છીઓનાં વતન પ્રેમને જોઇને વાહ-વાહ પોકારી ઉઠે છે.(૨.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here