એક્ટ્રેસ પૂનમ પાંડેએ પતિના હાથનો માર ખાધો…!

એક્ટ્રેસ પૂનમ પાંડેએ પતિના હાથનો માર ખાધો…!
એક્ટ્રેસ પૂનમ પાંડેએ પતિના હાથનો માર ખાધો…!
પૂનમ પાંડેએ મુંબઈ પોલીસમાં કેસ કરીને પતિ પર ગંભીર આરોપો મૂક્યા હતા. ફરિયાદ બાદ એક્ટ્રેસને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. તેને માથે, આંખ તથા ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

એક્ટ્રે્સ તથા મોડલ પૂનમ પાંડેના પતિ સેમ બોમ્બેની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. પૂનમ પાંડેની ફરિયાદ બાદ સેમની ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે, ઇન્ડિયન પીનલ કોડની કલમ હેઠળ સેમ બોમ્બે વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. હાલમાં કેસની તપાસ ચાલી રહી છે.

આ પહેલાં પણ પૂનમ પાંડેએ પતિ વિરુદ્ધ મારપીટ અંગેની ફરિયાદ કરી હતી. ગયા વર્ષે લગ્નના થોડા દિવસ બાદ જ સેમની ગોવામાં મારપીટના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

પાંડેએ ત્યારે પોલીસ ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે તેના પતિએ તેની છેડતી કરી હતી અને મારપીટ બાદ ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. આ ઘટના દક્ષિણ ગોવાના કાનાકોના ગામની છે. અહીં કપલ ફિલ્મના શૂટિંગ માટે આવ્યું હતું.

એ સમયે સેમ બોમ્બે પર કલમ 353 (ઈજા પહોંચાડવી), 506 (ધમકી આપવી) તથા 356 (વિનમ્રતાનો ભંગ કરવો) હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. ફરિયાદના થોડો સમય બાદ જ પૂનમે પતિ સાથે સમાધાન કરી લીધું હતું

Read About Weather here

અને કહ્યું હતું કે લગ્ન ચઢાવ-ઉતાર તો આવે રાખે. પૂનમ તથા સેમે સપ્ટેમ્બર, 2020માં લગ્ન કર્યા હતા અને પછી સો.મીડિયામાં આ અંગેની પોસ્ટ શૅર કરી હતી.એક્ટ્રેસે ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ કરી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here