એક્ટ્રેસનો આક્રોશ…!

એક્ટ્રેસનો આક્રોશ…!
એક્ટ્રેસનો આક્રોશ…!
હાલમાં જ કરીના કપૂરનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં કરીના કપૂર પોતાના ડ્રાઇવર પર ગુસ્સે થતી જોવા મળી હતી. બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટને કારણે લાઇમલાઇટમાં રહેતી હોય છે.કરીના એક્ટ્રેસ મલાઈકા અરોરાની ખબર કાઢીને તેના ફ્લેટની નીચે આવી હતી અને પોતાની કારમાં બેસવા જતી હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સ કરીનાની તસવીરો ક્લિક કરવા માટે ભેગા થયા હતા.

https://www.instagram.com/p/Cb7inlCKcdS/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

Visit Saurashtra Kranti Homepage here

અચાનક જ એક ફોટોગ્રાફરનો પગ કરીનાની કારની નીચે આવી ગયો હતો. આ જોઈને કરીનાએ જોરથી બૂમ પાડી હતી, ‘સંભાલો યાર, પીછે જા યાર…’ ફોટોગ્રાફરને વધારે વાગ્યું હોવાથી તે રડી પડ્યો હતો.ડ્રાઇવર પર ગુસ્સો કર્યા બાદ કરીનાએ ફોટોગ્રાફરને પણ સલાહ આપી હતી. તેણે કહ્યું હતું, ‘ઈસ લિયે તુમ લોગ ભાગા મત કરો…’શનિવાર, 2 એપ્રિલના રોજ મલાઈકા પુણે ફેશન ઇવેન્ટમાં ભાગ લેવા ગઈ હતી.

Read About Weather here

અહીંથી પરત ફરતી વખતે અકસ્માત થયો હતો. મલાઈકાની કાર મુંબઈ નજીક આવેલા પનવેલ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ખાલાપુર ટોલનાકા પાસે અચાનક ત્રણ ગાડી એકબીજા સાથે અથડાઈ હતી, જેમાંથી એક મલાઈકાની રેન્જ રોવર કાર પણ હતી. માથા આગળ કુશન હોવાથી તેને ગંભીર ઈજા થઈ નહોતી. તેને અપોલો હોસ્પિટલમાં એક રાત માટે એડમિટ કરવામાં આવી હતી.મલાઈકાને માથામાં થોડાક ટાંકા આવ્યા છે. તેને માથામાં કોઈ ગંભીર ઈજા થઈ નથી, કારણ કે મલાઈકા રેન્જ રોવર કારમાં માથા પર કુશન રાખીને આરામ કરતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here