ફિલ્મમાં રામચરણ તેજા, જુનિયર NTR, આલિયા ભટ્ટ તથા અજય દેવગન લીડ રોલમાં છે. ‘RRR’ 25 માર્ચે વિશ્વભરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મમાં રામચરણ તેજાની ફિટનેસના ચાહકો દીવાના થઈ ગયા છે. ફિલ્મમાં તે ફ્રીડમ ફાઇટર તથા પોલીસના રોલમાં જોવા મળ્યો છે. હાલમાં જ ફિટનેસ ટ્રેનર રાકેશ ઉડિયારે રામચરણના વર્કઆઉટ, ડાયટ અંગે વાત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
રાકેશ સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર છે. તેણે આમિર ખાન, ફાતિમા સના શેખ, ઝહીર ઇકબાલ, પુલકિત સમ્રાટ, કુનાલ કપૂર, અમિત સાધ, વિકી કૌશલ, રિયા ચક્રવર્તી, સઇ માંજરેકર, દિયા મિર્ઝા, ડેઇઝી શાહ, સંગીતા બિજલાણી, અરબાઝ ખાન સહિત વિવિધ સેલેબ્સને ફિટનેસ ટ્રેનિંગ આપી છે.મીડિયા ઇન્ટરવ્યૂમાં રાકેશે કહ્યું હતું કે 2019માં તેને એસ એસ રાજમૌલિ તથા રામચરણે એક પ્રોજેક્ટ અંગે વાત કરવા બોલાવ્યો હતો.
તેને કહેવામાં આવ્યું હતું કે એક ફિલ્મ છે અને તેમાં રામચરણ પોલીસ તથા ફ્રીડમ ફાઇટરના રોલમાં જોવા મળશે. સમય ઓછો છે અને રામચરણને તે કેરેક્ટર પ્રમાણે ઢાળવાનો છે.વધુમાં રાકેશે કહ્યું હતું કે તે સમયે રામચરણ અન્ય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો અને આ ફિલ્મમાં તે સામાન્ય યુવકના રોલમાં હતો. આથી જ તેમણે પહેલાં ફ્રીડમ ફાઇટરના સીન પહેલાં શૂટ કરવાનું નક્કી કર્યું. આ માટે તેને 3-4 મહિનાનો સમય મળ્યો હતો.
ફિલ્મમાં ધનુષ-બાણનો જે સીન આવે છે તેમાં રામચરણનું જે ફિઝિક જોવા મળે છે, તે માત્ર 3-4 મહિનાની મહેનતનું પરિણામ છે. આ સીન શૂટ થયા બાદ પોલીસના રોલ પર મહેનત કરવાનું શરૂ કર્યું હતું. જોકે, પછી લૉકડાઉન આવી ગયું. તે મુંબઈમાં હતો અને રામચરણ હૈદરાબાદમાં હતો.લૉકડાઉન હોવાને કારણે રાકેશે રામચરણને ઓનલાઇન ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું હતું. ફિલ્મમાં રામચરણના બોક્સિંગ સીન પણ છે. અનલૉક થતાં જ ફરીથી હેવી એક્સર્સાઇઝ કરવાનું શરૂ કર્યું હતું. માર્ચ, 2021માં ફાઇનલ શૂટ કરવામાં આવ્યું હતું.
રાકેશે કહ્યું હતું કે લૉકડાઉન થયું ત્યારે રામચરણને પોલીસના કેરેક્ટર જેવી બૉડી બનાવવાની હતી. તે શૅપમાં આવી ચૂક્યો હતો, પરંતુ કોરોનાને કારણે શૂટિંગ બંધ થઈ ગયું હતું. આથી જ રામચરણે બૉડી મેઇનટેઇન રાખવા માટે ડાયટ તથા વર્કઆઉટ ચાલુ રાખ્યું હતું. જો તે આમ ના કરે તો બૉડી શૅપ બગડી જાય તેમ હતો. આ જ કારણે રામચરણે બે વર્ષ સુધી ડાયટ છોડ્યું નહીં. તેણે ચીટ ડે પણ લીધો નહોતો.
Read About Weather here
તે ઘરે વર્કઆઉટ કરતો હતો. જ્યાં સુધી ફિલ્મનું શૂટિંગ પૂરું ના થયું ત્યાં સુધી તેણે ડાયટ ફોલો કર્યું હતું.રાકેશે વાત આગળ વધારતા કહ્યું હતું કે જે સમયે ફ્રીડમ ફાઇટરના કેરેક્ટરની તૈયારી કરતા હતા તે સમયે રામચરણ પોતાની ધાર્મિક માન્યતાને કારણે થોડાં મહિના વેજ ડાયટ લેતો હતો. લો કાર્બ, લો ફેટ તથા હાઇ પ્રોટીન ડાયટ ફોલો કર્યું હતું, કારણ કે તે વેજ ડાયટ પર હતો અને પ્રોટીન મેઇનટેઇન કરવા માટે આ ડાયટ શરૂ કરવામાં આવ્યું હતું.આથી જ તેની બૉડી શૅપમાં લાવવા માટે ન્યૂટ્રિશન વધારવાની જરૂર હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here