એક્ઝામમાં પાસ કરી દો સર જી…!

એક્ઝામમાં પાસ કરી દો સર જી...!
એક્ઝામમાં પાસ કરી દો સર જી...!
વિદ્યાર્થીઓએ પેપર પાછળ સરને પાસ કરવા માટે આજીજીઓ કરી છે. કોઈએ લખ્યું છે આઈ લવ યુ સર તો કોઈએ પુરેપુરી શાયરીઓ જ લખી નાખી છે. બિહાર રાજ્યના બોર્ડની એક્ઝામમાં વિદ્યાર્થીઓએ પાસ થવા માટે એક નવો જ રસ્તો શોધી કાઢ્યો છે. એક વિદ્યાર્થીએ તો લખ્યું છે સર તબિયત ખરાબ હોવાના કારણે વંચાયુ નથી પાસ કરી દે જો. આ જોઈને બિહારની શિક્ષણ વ્યવસ્થા વિશે ખ્યાલ આવી જાય છે. અમુક પેપરો જોઈને તમે હસ્યા વગર રહી નહી શકો. જુઓ શું લખ્યું છે બિહારના વિદ્યાર્થીઓએ…એક વિદ્યાર્થીએ લખ્યું છે કે સેવામાં શ્રીમાનને મારા આદરપૂર્વક પ્રણામ છે.
પ્રશ્નના જવાબમાં લખ્યું ગીત.
જવાબની જગ્યાએ ઉત્તરવહીમાં લખી એપ્લિકેશન.
તમે માર્ક આપશો તો જ તમારી દીકરી આગળ વધી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

જે કોઈ પણ આ કોપી ચેક કરી રહ્યું છે તે ખૂબ જ મહાન છે, મને ખાતરી છે કે તમે મને સારા માર્ક આપશો. મને તમારામાં પૂરો વિશ્વાસ છે. નમસ્તે સર. આઈ લવ યુ સર જી.મુખડા લેકે’ ગીત લખ્યું.એવો વિદ્યાર્થી નથી કે જે નંબર મેળવવા માટે કોપીમાં પૈસા કે ફોન નંબર આપે. આ ખોટું છે. મેં હંમેશાં એનો વિરોધ કર્યો છે. હું મારી તાકાત પર માર્ક્સ લાવીશ. પરંતુ હું એક મોટી સમસ્યામાં ફસાઈ છું તેથી જ હું દરેક આન્સરશીટમાં અરજી લખી રહી છું.તેનું આ લખવા પાછળનું કારણ કોરોનાકાળમાં પરિવારની સ્થિતિ ખરાબ હોવાનું છે.ઓછામાં ઓછા 20 માર્ક આપી દો. સર અમે ખૂબ જ ગરીબ છીએ.કારણે શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ બંધ હતી.

Read About Weather here

જેના કારણે અભ્યાસ થયો નથી, તેથી તમને આ પેપરમાં સારા માર્ક્સ આપવા વિનંતી છે.એક બાળકે લખ્યું છે કે સાહેબ, તમે જાણો છો કે કોરોનાને કારણે આપણા બધાની સ્થિતિ બગડી છે. તો સર સારા માર્ક્સ આપો. ઈમોશનલી બ્લેકમેલ કરવા માટે વિદ્યાર્થીએ લખ્યું છે કે અમે હજુ ભણીએ છીએ. તમે નંબર આપશો તો જ તમારી દીકરી આગળ વધશે. જોકે, પેપરની ભાષા પરથી એવું લાગે છે કે આ ઉત્તરવહી છોકરીએ નહીં પણ છોકરાએ લખેલી છે. તેણે લખ્યું, ‘એ ખુદા આપ કી અદાલત મેં મેરી જમાનત રખના, મેં રહૂં યા ના રહૂં મેરે દોસ્ત કો સલામત રખના’. આ સાથે જ આ કોપી પર વિદ્યાર્થીએ લખ્યું કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા હમ બુલબુલે હેં ઈસકી યહ ગુલસિતા હમારા. મેરા ભારત મહાન. આગળ આ નકલમાં લખ્યું છે કે હું સરિતા કુમારી તમારી આભારી રહીશએક વિદ્યાર્થીએ પેપર પર જ કવિતા લખી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here