એકસાથે 6 વાહનો અથડાયા, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત…!

એકસાથે 6 વાહનો અથડાયા, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત...!
એકસાથે 6 વાહનો અથડાયા, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત...!

ટ્રક-ટ્રેલર વચ્ચે આવેલી કાર બૂકડો વળી ગઈ

હાલની માહિતી અનુસાર, અકસ્માત બાદ પુણેથી મુંબઈનો રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. જેના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મૃતકોમાં ત્રણેય લોકો કારમાં હતા.

Visit Saurashtra Kranti Homepage here

મળતી માહિતી મુજબ, રસ્તાની બાજુમાં પાર્ક કરેલા મરઘીઓથી ભરેલી ટ્રક સાથે પહેલા એક કાર અથડાઈ હતી. આ પછી પાછળથી આવતા હાઇ સ્પીડ ટ્રેલર કાર સાથે અથડાયું હતું. જેના કારણે કાર સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગઈ હતી.

હાલમાં કારમાં સવાર લોકોના મૃતદેહ બહાર કાઢી શકાયા નથી. સોમવારે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ નજીક છ વાહનો એકબીજા સાથે ખરાબ રીતે અથડાયા હતા.

ત્રણ કાર, એક ખાનગી બસ, એક ટેમ્પો અને એક ટ્રેલર અકસ્માતમાં એકસાથે ટકરાયાં હતા. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બેની હાલત ગંભીર છે.

Read About Weather here

હાઇવે પોલીસની ટીમ સ્થળ પર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરની ખામી સામે આવી રહી છે. હાલ પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here