એકલવ્ય નગરમાં લાકડા હટાવવા મુદ્દે પાડોશી બાખડયા

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

ત્રણ શખ્સોનો વણકર પરિવાર પર તલવાર વડે હુમલો કરતા ચારને ઇજા ; સામા પક્ષે ૨ ને ઇજા

કણકોટ પાટિયા પાસે એકલવ્ય નગરમાં રસ્તા પરથી સામાન હટાવવા મુદ્દે સમજાવવા ગયેલા વણકર પરિવાર પર પાડોશી ત્રણ શખ્સોએ તલવાર – પાઇપ વડે હુમલો કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગતો મુજબ કણકોટ પાટિયા પાસે એકલવ્ય નગરમાં રહેતા લાલા વણકરે ઘર પાસે રસ્તામાં બાથરૂમ બનાવી પાસે લાકડાના કટકા મૂકી રસ્તો બંધ કરી દીધો હતો.જે મુદ્દે પાડોશી નરેશ મગા પરમાર સમજાવવા જતા પાડોશી લાલો,

તેનો મિત્ર જુગલ, ભાણેજ કિશને તલવાર – પાઇપ વડે હુમલો કરતા નરેશ મગા પરમાર ( ઉ.વ 34), લાલજી પરમાર ( ઉ.વ 29 ), પ્રેમજી નાથ રાઠોડ ( ઉ.વ ૪૦), જીતુ રાણા પરમાર ( ઉ.વ 40 )ને ઈજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે મારમારી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read About Weather here

જ્યારે સામા પક્ષે ઘવાયેલા કિશન જેન્તી પરમાર ( ઉ.વ 25), જુગલ બાબુ જાગીયા ( ઉ.વ 27 ) એ પણ એકલવ્ય નગરમાં પાડોશી નરેશ, લાલજી, જીતુ, પ્રેમજીએ મારમાર્યો હોવાના આક્ષેપ સાથે દાખલ થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here