એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલાનું સસ્પેન્શન રદ્ કરો: કરણી સેના

એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલાનું સસ્પેન્શન રદ્ કરો: કરણી સેના
એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલાનું સસ્પેન્શન રદ્ કરો: કરણી સેના
કૂવાડવા પોલીસ સ્ટેશનના એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલાએ થોડા દિવસો પહેલા સોશિયલ મિડિયામાં એક રાજકીય અગ્રણી સામે આક્રોશ વ્યકત કરતા જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેના સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે. હવે રાજપૂત કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ જે.પી.જાડેજાએ પણ આજે રાજકોટ શહેર પોલીસ કમિશનરને લેખિત આવેદનપત્ર આપીને રાજકીય કિન્નાખોરીથી સસ્પેન્ડ થયેલા એ.એસ.આઈ. હિતેન્દ્ર ઝાલાનું સસ્પેન્શન રદ્ કરવા માંગણી કરી છે. જેમાં ક્ષત્રિય સમાજની 16 જેટલી સંસ્થાઓ અને સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી. જાડેજાએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ક્ષત્રિય સમાજના રાજકોટ શહેરના કૂવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિષ્ઠાવાન એ.એસ.આઈ. હિતેન્દ્ર ઝાલાને વારંવાર રાજકીય દખલ અંદાજ થતી રહેતી અને આ વિષયે તેઓને કોઈપણ યોગ્ય કારણ વગર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એ બાબતે અમારૂં સંગઠન કરણી સેના અને ક્ષત્રિય સમાજ નારાજ છે અને અમારો વિરોધ પણ છે.

વધુમાં જણાવ્યું કે, આ બાબતે આપને અમે જણાવીએ છીએ કે, આપ તટસ્થતાથી તપાસ કરીને જેમનો અત્યાર સુધીનો રેકોર્ડ પણ સ્વચ્છ છે એવા હિતેન્દ્ર ઝાલાના સસ્પેન્શનને રદ્ કરીને તેઓને ફરીથી ફરજમાં લેવા અમારી લાગણી અને માંગણી છે. અમોને આશા છે કે અમારી આ લાગણી આપ સ્વીકારશો જેથી પોલીસ દળનું પણ મોરલ જળવાઈ રહેશે. તેમ અંતમાં જણાવીને આવેદનની નકલો ગૃહરાજય મંત્રી અને રાજયના પોલીસ વડાને પણ મોકલી છે.

Read About Weather here

રાજકોટ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં ક્ષત્રિય સમાજની સંસ્થાઓ કચ્છ-કાઠીયાવાડ -ગુજરાત રાજપૂત એશો., અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, કાઠી ક્ષત્રિય સમાજ રાજકોટ, ચંદ્રસિંહજી ભાંડવા સ્ટડી સર્કલ, ગાંધીગ્રામ ક્ષત્રિય સમાજ, રાજશક્તિ યુવક મંડળ, ક્ષત્રિય યુવા ગ્રુપ રાજકોટ, સૂર્ય સેના-રાજકોટ, મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન, રાજકોટ જીલ્લા ક્ષત્રિય સમાજ, રાજકોટ તાલુકા ક્ષત્રિય સમાજ, ગજ-કેસરી ફાઉન્ડેશન, રેલનગર ક્ષત્રિય યુવક મંડળઈ રાજકોટ તાલુકા રાજપૂત કરણી સેના, ગુદડી કા લાલ ફાઉન્ડેશન અને પુનિતનગર ક્ષત્રિય સમાજના હોદ્ેદારો અને કાર્યકરો પણ જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here