એઇમ્સના વડા ગુલેરીયાની જાહેરાત: હવે દેશમાં કોરોના મોટું સ્વરૂપ નહીં લે

રાજકોટ યાર્ડનું ચિત્ર રાતોરાત બદલાયું; ભાજપની પધ્ધતિ હવે પરંપરા!
રાજકોટ યાર્ડનું ચિત્ર રાતોરાત બદલાયું; ભાજપની પધ્ધતિ હવે પરંપરા!

કરોડો લોકોને હૈયાને હાશકારો કરાવતા એઇમ્સના નિષ્ણાંત, કોરોના હવે ફલુ જેવી સામાન્ય બિમારી બની જશે

ભયાનક કોરોના મહામારીના બબ્બે રાઉન્ડથી હચમચી ઉઠેલા કોરોડો ભારત વાસીઓને હૈયામાં ટાઠક આપતું વિધાન કરતા એઇમ્સના વડા અને નિયામક ડો.રણદિપ ગુલેરીયાએ જણાવ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

કે, દેશમાં કોરોના મહામારી હવે મોટુ સ્વરૂપ નહીં લે તેવી પુરી શકયતા છે. ડો.ગુલેરીયાના કહેવા મુજબ કોઇ ઘાતક ત્રીજી કોરોના લહેર આવવાની શકયતા નથી. કેમ કે, કોરોનાનું મહામારી સ્વરૂપ લેવાનું કે મોટા પાયે ફેંલાવવાનું મુશ્કેલ બન્યું છે.

ડો.ગુલેરીયાના આ મહત્વના વિધાનોથી કરોડો લોકોના જીવમાં જીવ આવ્યો છે અને કોરોના અંગેનો તેમનો ગભરાટ ઓછો થયો છે.

ડો.ગુલેરીયાએ જણાવ્યું હતું કે, ભારતમાં નોંધાય રહેલા કોરોનાના આંકડા હવે 25થી 30 હજારની વચ્ચે આવી રહયા છે. જો લોકો સાવધ રહે અને તહેવારો પર ભીડથી બચતા રહે તો આ કેસ પણ ધીમેધીમે ઓછા થઇ જશે.

જો કે કોરોના સંપૂર્ણ રીતે ખતમ થશે નહીં પણ ભારતમાં થઇ રહેલા રસીકરણની ગતીને જોતા કોરોના મહામારી તરીકે મોટુ સ્વરૂપ નહીં પકડે. ડો.ગુલેરીયાનું માનવું છે

કે, કોરોના વાઇરસ હવે બહુ જલ્દી સામાન્ય ફલુ એટલે કે સાધારણ ઉધરસ અને શરદી જેવો થઇ જશે. કેમ કે, લોકોમાં વાઇરસની વિરૂધ્ધ શરીરમાં ઇમ્યુનીટી તૈયાર થઇ ચુકી છે. માત્ર ગંભીર બિમારીવાળા લોકોએ જ સાવધ રહેવું પડશે.

ડો.ગુલેરીયાએ એવું પણ જણાવ્યું હતું કે, જયાં સુધી ભારતમાં દરેક વ્યકિતને રસી મળી ન જાય ત્યાં સુધી બધાએ સાવધ રહેવું જોઇએ. તહેવારો ઉપર તો ભીડભાડથી ખાસ બચવું જોઇએ. ભારતમાં બધા લોકોને રસીના બે ડોઝ આપવામાં આવે એ જરૂરી છે.

બાળકોને પણ રસી આપવાની જરૂર છે. ત્યાર બાદ જ વેક્સિનના બુસ્ટર ડોઝ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

તેમણે કહયું હતું કે, આ વાયરસ ગમે ત્યાંથી ફેંલાય શકે છે એટલે દુનિયાના અન્ય દેશોને રસી આપીને ભારત પોતાની જવાબદારી નિભાવી રહયું છે. બધાને રસીના ડોઝ મળી જાય એ પછી બિમાર, વૃધ્ધ અને નબળી ઇમ્યુનીટીવાળા લોકોને બુસ્ટર ડોઝ આપી શકાય છે.

એઇમ્સના વડાની આ મહત્વપૂર્ણ જાહેરાતથી દેશના કરોડો લોકોએ હાશકારો અનુભવ્યો છે. ત્રીજી લહેર આવી રહયાની વારંવાર આશંકાઓ વ્યકત થતી હતી એવામાં આ નિષ્ણાંત ડો.ગુલેરીયાના વિધાનોથી લોકોના ઉચક જીવ હેઠા બેઠા છે

Read About Weather here

અને એમણે રાહતનો શ્ર્વાસ લીધો છે. જો કે સાવધાનીનો પાલો હાથમાંથી છોડવો ન જોઇએ એવી ડો.ગુલેરીયાની સલાહ પણ યાદ રાખવા જેવી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here