ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં

ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં
ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં

વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષની ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો
અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવતા નીમાબેન આચાર્ય, એમની સામે કોઇ હરીફ નહીં: ઉપાધ્યક્ષ પદ માટે ભાજપના જેઠા ભરવાડ સામે કોંગ્રેસના ઉમેદવાર અનીલ જોશીયારા
નીમાબેન આચાર્યને સોમવારે વિજેતા જાહેર કરાશે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થઇ જતા રસપ્રદ વળાંકો આવ્યા છે. અધ્યક્ષ પદ માટે કચ્છનાં મહિલા અગ્રણી અને ધારાસભ્ય નીમાબેન આચાર્યએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

જયારે ઉપાધ્યક્ષ પદ માટે ધારાસભ્ય જેઠા ભરવાડે ઉમેદવારી નોંધાવતા વિપક્ષ કોંગ્રેસે નારાજગી દર્શાવી હતી અને ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં જેઠા ભરવાડની સામે કોંગ્રેસે ઉમેદવારને મેદાનમાં ઉતારી દેતા ચૂંટણી જંગ રસપ્રદ બની ગયો છે

અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવતા નીમાબેન આચાર્ય સામે કોંગ્રેસે કોઇ ઉમેદવાર મુકયા નથી એટલે નીમાબેનને સોમવારે વિજેતા જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.

અધ્યક્ષ પદ માટે કોંગ્રેસે સંમતી આપી છે પરંતુ જેઠા ભરવાડે અધ્યક્ષ પદ માટે નામ પત્ર ભરતા રાજકીય ડખ્ખો શરૂ થઇ ગયો છે. એમના નામ માટે કોંગ્રેસે સંમતી આપી નથી અને જેઠા ભરવાડ સામે ઉમેદવાર સામે અનીલ જોશીયારાને મેદાનમાં ઉતાર્યા છે.

ગુજરાત વિધાનસભાના સ્પીકરની ચૂંટણીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થઇ ગયો છે. અધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં આજે નીમાબેન આચાર્યએ ઉમેદવારી પત્ર ભર્યુ છે. ઉમેદવારી પત્ર દાખલ કરતા પહેલા એમને ભાજપમાંથી રાજીનામું આપી દીધુ હતું.

નીમાબેનને સોમવારે વિજેતા જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.દરમ્યાન વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી માટે ધારાસભ્ય જેઠા ભરવાડે ઉમેદવારી પત્ર ભરતા વિપક્ષ કોંગ્રેસ નારાજ થયો છે.

ઉપાધ્યક્ષ પદ માટે વિપક્ષે સંમતી આપી નથી. પરંતુ નીમાબેન આચાર્યના નામ સામે કોઇ વિરોધ કરવામાં આવ્યો નથી. જેઠા ભરવાડની ઉમેદવારી સામે વિપક્ષ કોંગ્રેસે નારાજગી વ્યકત કરી છે અને જેઠા ભરવાડના નામ માટે સંમતી આપી નથી.

કચ્છના ધારાસભ્ય, જાણીતા મહિલા અગ્રણી નીમાબેન આચાર્યએ આજે સ્પીકર પદ માટે સવારે ઉમેદવારી પત્ર ભર્યુ હતું અને પ્રક્રિયા મુજબ ભાજપમાંથી રાજીનામું આપી દીધુ હતું.

વિધાનસભા સચિવાલયના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, નીમાબેન આચાર્યને સોમવારે વિજેતા જાહેર કરવામાં આવશે. દરમ્યાન આજે વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક પણ મળી રહી છે.

આવતી તા.27 અને 28ના રોજ 28 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું ટુંકુ ક્ષત્ર મળી ગયું છે એ વિશે બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવનાર છે.

Read About Weather here

કાર્યકારી અધ્યક્ષ દુષ્યંત પટેલના અધ્યક્ષ સ્થાને આજે બેઠક મળી રહી છે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ખાસ હાજરી આપશે.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here