ઉપલેટામાં તબીબે એકસપાયરી ડેટવાળી દવા આપતા દર્દીની તબિયત લથડી

ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?
ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?

ડોકટરે પોતાની ભુલ સ્વીકારવાને બદલે ઓપરેશનની ભુલો કાઢવાનું શરૂ કરેલ!
વાત વધુ વણસતા ડોકટર હોસ્પિટલ છોડી ભાગ્યા, હોસ્પિટલમાં તાળા લાગી ગયા

ઉપલેટા શહેરમાં બસ સ્ટેન્ડ ચોક નજીક હોસ્પિટલ ધરાવતા તબીબે દર્દીનું જીવન જોખમમાં મુકતા તબીબને મેથીપાક ખાવાનો વારો આવ્યો છે જેથી હાલ શહેરમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોક નજીક હોસ્પિટલ ધરાવતા એવા શહેરના જુના અને જાણીતા તબીબ દ્વારા દર્દીને પોતાની હોસ્પીટલ માંથી એક્સપાયરી ડેટ વાળી દવા આપી અને સાથે-સાથે સારવાર આપી હતી. જાણીતા તબીબ દ્વારા રાજકોટમાં ઓપરેશન કરાવનાર દર્દીને ડ્રેસિંગ માટે આ સારવાર આપતા હતા

ત્યારે દર્દીને તેમની જ હોસ્પિટલમાંથી એક્સપાયરી ડેટ વાળી દવા ડોકટરે આપી દીધી હતી જેથી ડોકટરે આપેલ દવા દર્દીએ પીવાથી દર્દીની તબિયતમાં સુધારો થવાને બદલે સતત લથડતી જતી હતી જેના કારણે પરિવારજનોએ તપાસ કરતા ડોક્ટર દ્વારા અપાયેલ દવા એક્સપાયરી ડેટ વાળી હોવાનું માલુમ પડ્યું હતું.

આ બાબતની જાણ થતા દર્દીના પરિવારજનોનો પીતો અસ્માને પહોંચી જતા દર્દીના સગાઓ હોસ્પિટલ ખાતે ડોકટર પાસે ગયેલ અને આ અંગે ડોક્ટરને વાત કરેલ ત્યારે પ્રથમ તો ડોકટરે પોતાની ભુલ સ્વીકારવાને બદલે ઓપરેશનની ભુલો કાઢવાનું શરૂ કરેલ હતું

ત્યારે દર્દીના સગાએ લાલ આંખ કરતા તબીબ ઢીલા ઢફ થઈ ગયા હતા અને પોતાની ભુલ હોવાનો પણ સ્વીકાર કરેલ હતો.આ ગંભીર બેદરકારીમાં પોતાની ભુલ સમજાતા પોતાના માણસો મારફત દર્દી સાથે પતાવટની પણ વાત ચાલુ કરી હતી.

Read About Weather here

આ તબીબ આબરૂ બચાવવા ધમપછાડા શરૂ કર્યા છે જેમાં ઉપલેટામાં રવિવારે બપોરના આ બનાવ બનતા પોતાની હોસ્પિટલ છોડી તબીબ ફરાર થઈ ગયા હતા અને બપોર બાદ હોસ્પીટલમાં પણ તાળા લાગી ગયા હતા ત્યારે આ બાબતે શહેર ભરમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here