ઉપલેટાનાં ગણોદ ગામ પાસે દારૂની 435 અને બિયરની 80 પેટી ભરેલું આઈસર પકડાયું

ઉપલેટાનાં ગણોદ ગામ પાસે દારૂની 435 અને બિયરની 80 પેટી ભરેલું આઈસર પકડાયું
ઉપલેટાનાં ગણોદ ગામ પાસે દારૂની 435 અને બિયરની 80 પેટી ભરેલું આઈસર પકડાયું

પોલીસે જૂનાગઢનાં નામચીન બુટલેગર સામે ગુનો નોંધી રૂ. ૩૨.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

રાજકોટ-પોરબંદર નેશનલ હાઈ-વે પર આવેલા ઉપલેટાનાં ગણોદ ગામ પાસેથી દારૂ બિયરનો મોટો જથ્થો પકડી પાડવામાં ઉપલેટા પોલીસને સફળતા મળી છે. પોલીસે જૂનાગઢનાં નામચીન બુટલેગર સામે ગુનો નોંધી રૂ. ૩૨.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂની ૪૩૫ પેટી અને બિયરની ૮૦ પેટી કબજે કરી આઈસર અને સ્વીફ્ટ કાર કબજે કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ પોરબંદર હાઈ-વે પરથી દારૂનો મોટો જથ્થો ભરેલું આઈસર નીકળવાનું હોવાની બાતમી મળતા ઉપલેટાનાં ઇન્ચાર્જ પી.આઈ કે.કે.જાડેજાની સુચનાથી એ.એસ.આઈ ગોવિંદભાઈ, હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ, મહેન્દ્રભાઈ, હરદેવસિંહ, દિનેશભાઈ, પ્રદ્યુમનસિંહ, મહેશભાઈ સહિતનો સ્ટાફ હાઈ-વે પર વોચમાં હતા ત્યારે જૂનાગઢમાં આવેલા ગિરનાર દરવાજા પાસે રહેતો નામચીન બુટલેગર કાના હમીર ઉર્ફે જેકી ખાંભણ નામનો રબારી શખ્સ આઈસર નંબર જી-જે ૨૩ એક્સ ૧૪૦૧ માં દારૂનો મોટો જથ્થો લઇ નીકળ્યો હતો અને પોતે સ્વીફ્ટ કાર નંબર જીજે-૧ કે-આર-૬૨૨૫ માં પેટ્રોલિંગ કરતો હોય પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે પોરબંદર હાઈ-વે પર પીછો કરતા ગણોદ ગામ પાસે આઈસર અને સ્વીફ્ટ કાર મૂકી નાસી ગયા હતા.

Read About Weather here

પોલીસે આઈસરનાં ઠાઠામાં તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૪૩૫ પેટી તથા બિયરની ૮૦ પેટી મળી આવતા પોલીસે રૂ. ૨૧ લાખનો દારૂ-બિયરનો જથ્થો કબજે કરી આઈસર તથા સ્વીફ્ટ કાર કબજે કરી કુલ રૂ. ૩૨૨૭૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી જૂનાગઢનાં નામચીન બુટલેગર કાના હમીર ઉર્ફે જેકી બાંભવા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here