ઉનાળો આવતા જ માટીના માટલા બનાવવાની તૈયારીઓ

ઉનાળો આવતા જ માટીના માટલા બનાવવાની તૈયારીઓ
ઉનાળો આવતા જ માટીના માટલા બનાવવાની તૈયારીઓ
ઉનાળો આવે એ પહેલા માટીના માટલા બનાવવાની તૈયારી થઇ જવા લાગે છે. ઉનાળો જેમ જેમ નજીક આવતા કુદરતી ઠંડક આપતા માટલા અચુક યાદ આવે છે. માટલાની ગુણવતા ચકાસવા માટે ઉંઘી આંગળીઓથી ટકોરા મારી માટલુ બોદુ છે કે પાકુ તે નક્કી થાય છે. પહેલા રૂ.5થી મળતું માટલુ મોંઘવારીની અસરથી રૂ.50 થી 500 લગીના થઇ ગયા છે. માટલાનું પાણી ગરમીમાં પણ ઠંડક આપતું હોવાથી ગરમીમાં લોકો માટલાના પાણીનો વધારે ઉપયોગ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉનાળામાં જ્યારે તરસ લાગે છે તો, ઠંડું પાણી પીવાની ઈચ્છા થાય છે. આમ તો આજના સમયમાં લગભગ દરેક ઘરમાં ફ્રિજ હોય છે, જેમાં સરળતાથી પાણી ઠંડુ થઈ જાય છે. પરંતુ દેશી ફ્રિજ કહેવાતા માટલાના પાણીની વાત જ કંઈક અલગ છે. માટલાનું પાણી ફ્રિજના પાણી કરતા ઘણા પ્રકારે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તજજ્ઞો મુજબ, માટીમાં ઘણા પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. એટલે, માટલામાં ભરેલું પાણી આપણને સ્વસ્થ રાખે છે. માટલાનું પાણી પીવાના બીજા પણ ઘણાં ફાયદા છે.

Read About Weather here

માટીના બનેલા માટલામાં સુક્ષ્મ છિદ્ર હોય છે. આ છિદ્ર એટલા સુક્ષ્મ હોય છે કે તેને નરી આખે નથી જોઈ શકાતું. પાણીને ઠંડુ થવું બાષ્પીભવનની ક્રિયા ઉપર આધાર રાખે છે. જેટલું વધુ બાષ્પીભવન થશે, એટલું જ વધુ પાણી પણ ઠંડુ થશે. આ સુક્ષ્મ છિદ્રો દ્વારા માટલાનું પાણી બહાર નીકળતું રહે છે. ગરમીને કારણે પાણી વરાળ બનીને ઉડી જાય છે. વરાળ બનવા માટે ગરમી આ માટલાના પાણીમાંથી લે છે. આ આખી પ્રક્રિયામાં માટલાનું તાપમાન ઓછુ થતું જાય છે અને પાણી ઠંડુ રહે છે.(11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here