રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ જણાવ્યું હતું કે, લોધિકા તાલુકાના ઘણા ગામોના તળમાં કાળો પથ્થર હોવાથી ઉનાળે ભૂગર્ભમાં પણ પાણી રહેતું નથી તેથી પીવાના પાણી તેમજ ઢોરઢાંખર માટે સમસ્યા ન થાય તે માટે ગાંધીનગર મંત્રીને રજૂઆત કરી હતી તેથી નર્મદાનીર આપવાનો નિર્ણય કરાયો છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટના લોધિકા તાલુકાના પાંચ ગામ માટે નર્મદાનીર છોડવાનો નિર્ણય લેવાયો છે જેથી ઉનાળે નદી અને ચેકડેમ ભરાતા પીવાના તેમજ ઢોર માટેના પાણીની રાહત થઈ છે.આ કારણે કાંગશિયાળી, ઢોલરા, રાવકી, વાગુદળ અને હરિપર(તરવડા) ગામની નદીમાં પાણી વહેશે અને હરિપરના સતાવાડી ડેમમાં પાણી ભરાતા આસપાસના અન્ય ગામોના ઢોરઢાંખર તેમજ લોકો માટે પીવાના પાણીની કોઈ સમસ્યા આ ઉનાળે પડશે નહીં.
Read About Weather here
વહેલી સવારે નર્મદાની લાઈનમાંથી પાણી છોડતા ધારાસભ્ય સાગઠિયા તેમજ પૂર્વ સરપંચ તેમજ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ રજાક ઠેબા સહિતના આગેવાનોએ પાણીના વધામણાં કરી સાચા અર્થમાં જીવાદોરી બનેલી નર્મદાનો હાથ જોડીને આભાર માન્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here