ઉત્તરાયણની મજા માણવાના આના વગર અધુરી…

ઉત્તરાયણની મજા માણવાના આના વગર અધુરી...
ઉત્તરાયણની મજા માણવાના આના વગર અધુરી...

રાજકોટ: રાજકોટ શહેરમાં કોરોનાનો જે રીતે વિસ્ફોટ થયો છે એ રીતે લોકોના સૌથી પ્રિય તહેવાર એવા ઉત્તરાયણની ઉજવણી માટેનો પણ વિસ્ફોટ જોવા મળી રહયો છે.

બજારોમાં ખરીદી થઇ રહી છે અને યુવાનો તથા યુવતીઓ સહિત દરેક વયના લોકો અને બાળકો આવતીકાલે તા.14ને શુક્રવારે મકરસંક્રાંતીના પવિત્ર દિને આકાશી યુધ્ધ ખેલવા માટે સજ્જ થઇ ગયા છે. ધાબા પર ચડીને ઉત્તરાયણની મજા માણવાનો અનુભવ જ કાંઇક અનોખો હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

કાયપો… કાયપો…ના પડકારા, એ ગઇ… ના હોહો દેકારા, ડીજેના તાલે સંગીતની સુરાવલીઓ અને અગાસી પર અલગ-અલગ પતંગો વચ્ચે લાગતા પેચ આ બધા દ્રશ્યો ઉત્તરાયણ પર્વને અનોખો અને યાદગાર બનાવી દે છે. સાથે લાંબા વાસડા લઇને શેરી-ગલ્લીઓમાં ધુમતી અને પતંગ લુંટવાની મજા માણતી ટોળકીઓના અલગ દ્રશ્યો પેદા કરે છે.

Read About Weather here

ધાબા પર, બાલકનીમાં કે અગાસીઓ પર ચડીને પતંગ પર્વનો રોમાંચ માણવો હોય ત્યારે તેની સાથે લીલાછમ્મ ઝીંઝરા, શેરડી અને બોર અને પોપકોર્ન તથા બોર ન હોય તો મોજ મજા અધુરી જ રહી જાય. તો ચાલો થઇ જાવ તૈયાર અને આકાશને તમારા હાકલા પડકારાથી જગવી મુકો. આ પર્વ એવું જેનો ઉનમાદ વર્ણવવો હોય તો એક વાકય બસ છે ‘પ્રાણ જાય પણ પતંગ ન જાય’.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here