વોર્ડ નં. 6 નાં કોર્પોરેટર અને માર્કેટ સમિતિનાં ચેરમેન દેવુબેન જાદવની ગેરહાજરીમાં પતિ મનસુખભાઈ જાદવે ફોર્મમાં સહી કરી દીધી પણ તે કાગળ જમા કરાવતા ન ચલાવવામાં આવ્યા
પોતાને ખબર હોવા છતાં પણ અરજદારોને પોતાની સહી કરી કાગળો આપી દેવામાં સ્માર્ટ
રાજકોટ મહાનગરપાલિકામાં અરજદારોને
મનસુખભાઈની માયા ખુલ્લી પડતા અરજદારોમાં ગણગણાટ શરૂ
નારીનું જીવન હંમેશા સંઘર્ષમય રહ્યું છે. તેમ છતાં પણ અત્યારે પુરૂષ સમોવડી બની છે. હાલમાં સ્ત્રીઓને સમાજમાં સ્થાન મળે તે હેતુથી અનેક યોજનાઓ તેમજ કાર્યક્રમો ઘડે છે. તે જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરકાર દ્વારા 50 ટકા મહિલા અનામતની જોગવાઈ કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
મહિલાઓ પોતે જો વિજય થાય અને કોર્પોરેટર કે ચેરમેન બને તો તેનો વહીવટ તેને ખબર વિના થતો હોય છે. એટલે કે જે કામ એને કરવાનું હોય તે કામનું તેને કોઈ પૂછ્યા વિના કરવામાં આવતું હોવાની ઘટનાઓ સામે આવે છે.
થોડા દિવસ પહેલા રાજકોટ મનપાની સેન્ટ્રલ ઝોન ઓફીસમાં આધારકાર્ડમાં સુધારા વધારા કરવા બે અરજદારોને ફોર્મમાં કોર્પોરેટરની સહી કરવાની આવશ્યક ઉભી થઇ ત્યારે વોર્ડ નં. 6 નાં કોર્પોરેટર અને માર્કેટ સમિતિનાં ચેરમેન દેવુબેન જાદવનાં પતિદેવ મનસુખભાઈ જાદવે નિયમોને નેવે મૂકીને આધાર કાર્ડનાં ફોર્મમાં સહી કરી નાખી હતી. ત્યારબાદ અરજદારો પોતાનું કામ કરવા ગયા તો ત્યાંથી તેને આ સહીમાં વાંધો છે.
તેમ કહીને ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.આ અંગે મનસુખભાઈને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, મેં ગરીબ માણસોને મદદ કરી હતી. પણ પ્રશ્ર્ન એ છે કે, ખૂદ મનસુખભાઈ પોતે જાણતા હતા કે પોતાની કરેલી સહી ચાલશે નહીં તો અરજદારોને ઉઠા શું કામ ભણાવતા હશે? આવું થવાને લીધે અરજદારોને ધરમનાં ધક્કા જ ખાવા પડે છે.
આ ઘટના બનતા કોર્પોરેશનમાં જોરશોરથી ચર્ચાઓ શરૂ થઇ ગઈ હતી. શહેરનાં તમામ 18 વોર્ડમાંથી 72 બેઠકો પૈકી 36 બેઠકો પર મહિલાઓ ચૂંટાઈને કોર્પોરેટર બની છે. પરંતુ તેઓનાં નામે સહી સિક્કા સહિતની સતા જાણે તેમના પતિદેવને પ્રાપ્ત થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે
Read About Weather here
અને મોટાભાગનાં ફોર્મમાં પતિદેવ જ સહી કરી નાખતા હોય છે. આ ઘટના બનતા તમામ કોર્પોરેટરો અને ચેરમેનોને પક્ષ દ્વારા સુચના પણ આપી દેવાઈ છે કે, આવા બનાવો ચલાવી લેવામાં નહીં આવે. એવી ચર્ચાઓ થઇ રહી છે અને હવે આગામી દિવસોમાં હજુ આવા બીજા બનાવો સામે આવે તો પણ નવાઈ ન ગણી શકાય.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here